નાગોયાઃ ભારતે બુધવારે જાપાનની એશિયન ગેમ્સ (Asian games)માં પહેલી જ વખત સૉફ્ટ ટેનિસ નામની રમતનો ચંદ્રક જીતી લીધો હતો અને એ ગૌરવ મધ્ય પ્રદેશમાં દેવાસ શહેરની સ્કૂલમાં ભણેલા જય મીના (Jay Meena) નામના ખેલાડીએ અપાવ્યો હતો.
સૉફ્ટ ટેનિસમાં વજનમાં હળવા અને હવા ભરેલા રબ્બરના બૉલ વપરાય છે અને રૅકેટ ખૂબ ફ્લેક્સિબલ હોય છે. જય મીનાનો સેમિ ફાઇનલમાં પરાજય થતાં તેણે બ્રૉન્ઝથી સંતોષ માનવો પડ્યો હતો. સેમિમાં તેનો જાપાનના તાકુયા કુરોસાકા સામે 2-4 (3-5, 1-4, 1-4, 4-1, 6-4, 1-4)થી પરાજય થયો હતો.
આ રમત ઉપરાંત સ્કીટ શૂટિંગમાં ભારતને પહેલી વખત મહિલા વર્ગમાં મેડલ મળ્યો છે. એમાં બ્રૉન્ઝ મેડલ મહેશ્વરી ચૌહાણ, રઇઝા ધિલ્લોન અને પરિનાઝ ધાલીવાલે અપાવ્યો હતો. આ પ્રકારની શૂટિંગની હરીફાઈમાં સ્પર્ધકે શૉટગનથી હવામાં ઉડાડવામાં આવતી ચીજોને નિશાન બનાવવાની હોય છે.
A historic achievement for Indian Soft Tennis!
— PMO India (@PMOIndia) September 23, 2026
Congratulations to Jay Meena on winning Bronze in the Men’s Individual event and becoming India’s first-ever Asian Games medallist in Soft Tennis. His achievement marks a memorable new chapter for the sport in India.
May this medal… pic.twitter.com/UMrKAyLrnY
ભારત બુધવારે 12 મેડલ સાથે 13મા નંબરે હતું. આ 12 ચંદ્રકમાં એકમાત્ર સુવર્ણ, પાંચ રજત તથા છ બ્રૉન્ઝનો સમાવેશ હતો. રૉવિંગ (બોટ રેસ)માં મેન્સ કાયાક ફોર 500 મીટર રેસ (કૅનો સ્પ્રિંટ)માં ભારત ટીમ હરીફાઈની ફાઇનલમાં પહોંચી ગયું હતું. ભારતીય સ્પર્ધકોમાં નાઓચા સિંહ લૈતોન્જામ, ઓઇનામ અરુણ સિંહ અને હર્ષવર્ધન સિંહ શેખાવતનો સમાવેશ હતો.
ટેબલ ટેનિસમાં હરમીત દેસાઈ તથા યશસ્વિનીની જોડી અને માનુષ શાહ તથા દિયા ચિતલેની જોડી મિક્સ્ડ ડબલ્સની ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ હતી.
ટીમ બૅડમિન્ટનમાં ભારતે બ્રૉન્ઝથી સંતોષ માનવો પડ્યો હતો. ચીન સામેના સેમિ ફાઇનલ મુકાબલામાં લક્ષ્ય સેન અને આયુષ શેટ્ટી સિંગલ્સની મૅચ હારી ગયા હતા. ડબલ્સમાં સાત્વિકસાઇરાજ તથા ચિરાગ શેટ્ટીની જોડી જીતી હતી, પણ એ સેમિમાં જવા માટે પૂરતું નહોતું.