Sat Sep 05 2026

Logo

ગેસ સિલેન્ડર અછત વચ્ચે પેટ્રોલિયમ મંત્રાલયની અપીલ, શું આપણી પાસે પૂરતો પુરવઠો છે?

2026-03-12 22:54:51
Author: Vimal Prajapati
ગેસ સિલેન્ડર અછત વચ્ચે પેટ્રોલિયમ મંત્રાલયની અપીલ, શું આપણી પાસે પૂરતો પુરવઠો છે?

ઈરાન-ઇઝરાયલ યુદ્ધને કારણે વૈશ્વિક સ્તરે તેલ વ્યવસ્થા પર અસર પડી છે. મહત્વની વાત હવે એ છે કે, આની અસર ભારત પર પણ જોવા મળી રહી છે. એલપીજી ગેસ સિલેન્ડરની અછતને કારણે લોકો પેનિકમાં બુકિંગ કરી રહ્યા છે. જેના કારણે વધારે મુશ્કેલી સર્જાઈ શકે છે. આ બાબતે હવે પેટ્રોલિયમ મંત્રાલયે લોકોને અપીલ કરી છે કે, આવી રીતે ગભરાઈને ગેસ સિલેન્ડનું બુકિંગ કરવાની જરૂર નથી. ભારતમાં ગેસની અછતના કારણે કોઈને પર મુશ્કેલીનો સામનો નહીં કરવો પડે તેવું પણ  નિવેદન આપવામાં આવ્યું છે. 

પેટ્રોલિયમ મંત્રાલયે લોકોને શું અપીલ કરી?

વધું વિગતે વાત કરવામાં આવે તો, ભારતના પેટ્રોલિયમ મંત્રાલયની સહ-સચિવ સુજાતા શર્માએ જણાવ્યું કે ભારત 60 ટકા એલપીજી આયાત કરે છે, જેમાં 90 ટકા સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી આવે છે. જે રસ્તાને અત્યારે ઈરાને બંધ કરી દીધો છે. અત્યારે અચાનક બુકિંગ અનેકગણું વધી ગયું છે. વધુમાં સુજાતા શર્માએ કહ્યું કે, ‘પેનિક બુકિંગ ન કરો, અમે પૂરતું સ્ટોક વહેંચીશું’. 

હોસ્પિટલો અને શૈક્ષણિક સંસ્થાઓને પ્રાથમિકતા અપાશે

મહત્વની વાત એ છે કે, અત્યારે વિભાગ દ્વારા ખાસ કરીને હોસ્પિટલો અને શૈક્ષણિક સંસ્થાઓને પ્રાથમિકતા આપપામાં આવી રહી છે. પરંતુ એવી પણ બાંહેધરી આપવામાં આવી છે કે, સામાન્ય લોકોને ગેસ સિલેન્ડર માટે ચિંતા કરવાની જરૂર નથી. મંત્રાલય દ્વારા અન્ય ક્ષેત્રોમાં ગેસની ખપત પૂર્ણ કરવા માટે એક કમિટીની રચના કરવામાં આવી છે. જેમાં રાજ્ય સરકારોની ભૂમિકા મહત્વપૂર્ણ રહેશે. આ કમિટીમાં રાજ્ય સરકારોએ એક યાદી તૈયાર કરવાની રહેશે કે તેમના રાજ્યમાં કોને ગેસ માટે પહેલા પ્રાથમિકતા આપવામાં આવે. મંત્રાલય દ્વારા ગેસની કાળાબજારી અને સંગ્રહખોરીને રોકવા માટે પણ પૂરતા પ્રયત્નો કરવામાં આવશે. 

પેટ્રોલિયમ મંત્રાલય દ્વારા એવી પણ જાહેરાત કરવામાં આવી છે કે, અત્યાર સુધીમાં રાજ્ય સરકારોને 100,000 લિટર કેરોસીન આપવામાં આવતું હતું. તે ઉપરાંત હવે વધારાના 48,000 લિટર કેરોસીન વધારે આપવામાં આવશે. કોલસા મંત્રાલય દ્વારા પણ રાજ્યોને વધુ કોલસો પૂરો પાડવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.