મુંબઈ: બોલીવુડના બે દિગ્ગજ કલાકારો અનુપમ ખેર અને નસીરુદ્દીન શાહ વચ્ચેના જૂના વિવાદનો વિડીયો વાઇરલ થયો છે. જેના પગલે અનુપમ ખેરે વિડીયો દ્વારા પોતાનું વલણ સ્પષ્ટ કરવું પડ્યું છે.
અનુપમ ખેરે મૌન તોડ્યું
આ સમગ્ર મુદ્દે હાલમાં અનુપમ ખેરનો અશોક સિંઘલ લુક અને શ્રી રામ મંદિર દાન ચોરી પરનું નિવેદન ચર્ચામાં છે. ત્યારે જ નસરુદ્દીન શાહનો એક જૂનો વિડીયો વાયરલ થયો છે જેમાં તે અનુપમ ખેર પર આકરા પ્રહાર કરી રહ્યા છે.જોકે, તેની બાદ અનુપમ ખેરે મૌન તોડ્યું છે અને આજે બંને વચ્ચેના સંબંધો કેવા છે
તે જાહેર કર્યું છે.
અનુપમ ખેરે જૂના વીડિયો સામે વિરોધ વ્યક્ત કર્યો
અનુપમ ખેરે વિવાદના જૂના વીડિયો સામે વિરોધ વ્યક્ત કર્યો છે. તેમણે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કરતા સ્પષ્ટતા કરી છે કે તેમના અને નસીરુદ્દીન શાહ વચ્ચેનો મતભેદ ઘણા સમય પહેલા ઉકેલાઈ ગયો છે.
सच से लोगों को सबसे ज़्यादा डर तब लगता है, जब वह उनके एजेंडे के अनुकूल नहीं होता।
— Anupam Kher (@AnupamPKher) July 13, 2026
कुछ दिन पहले मैंने राम मंदिर में हुई चोरी के बारे में जो कहा, पूरी ईमानदारी और ज़िम्मेदारी से कहा। आज भी अपने हर शब्द पर कायम हूँ।
लेकिन कुछ लोगों को सच से ज़्यादा एक मुद्दा चाहिए होता है। उन्हें… pic.twitter.com/1U2kHJfzhG
રામ મંદિર દાન કૌભાંડ પર વાત કરી ત્યારથી ટ્રોલ
તેમજ આ છ વર્ષ જૂનો વીડિયો તેમને નિશાન બનાવવા માટે જાણી જોઈને ફરીથી ફેલાવવામાં આવ્યો છે. તેમનું કહેવું છે કે જ્યારથી તેમણે રામ મંદિર દાનના કૌભાંડ પર વાત કરી છે. ત્યારથી એક ખાસ જૂથ તેમને ઘેરી રહ્યું છે અને ટ્રોલ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.
ટ્રોલ કરવાના રસ્તાઓ શોધવા લાગ્યા
અનુપમ ખેરે શેર કરેલા વિડીયોમાં કહ્યું હતું કે, થોડા દિવસો પહેલા, મેં અયોધ્યામાં રામ મંદિરની મુલાકાત લીધી હતી અને મારી લાગણીઓ વ્યક્ત કરી હતી. કેટલાક લોકોને મેં જે કહ્યું તે ગમ્યું નહીં કારણ કે તે તેમના એજન્ડામાં બંધબેસતું ન હતું. તેઓ મને નિશાન બનાવવા અને ટ્રોલ કરવાના રસ્તાઓ શોધવા લાગ્યા.
મારી છબી ખરડવા વીડિયો વાઇરલ
મને અપશબ્દો કહેવા આખી મશીનરી કામે લગાવી છે. જ્યારે મારા વિરુદ્ધ બીજું કંઈ મળ્યું નહીં ત્યારે તેઓ મારી છબી ખરડવા માટે નસીરુદ્દીન શાહનો છ વર્ષ જૂનો વીડિયો વાઇરલ કરી રહ્યા છે.