Tue Jul 14 2026

Logo

સલમાન ખાનનો નવો 'કાઉબોય' લુક સોશિયલ મીડિયા પર વાયરલ! ફેન્સ બોલ્યા - 'ભાઈજાનનો અંદાજ સૌથી અલગ'

2026-07-13 22:06:26
Author: Darshana Visaria
Article Image

બોલીવૂડના 'ભાઈજાન' ગણાતા સલમાન ખાન પોતાના કામની સાથે સાથે હંમેશા પોતાના લુક્સને લઈને પણ ચર્ચામાં રહેતા હોય છે. તાજેતરમાં સલમાન ખાન મુંબઈના બાંદ્રામાં એક ડબિંગ સ્ટુડિયોની બહાર સ્પોટ થયા હતા, જ્યાં તેમનો 'કાઉબોય લુક' સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ચાલો જોઈએ શું છે ખાસ સલમાનભાઈના આ લૂકમાં...

આ લુકમાં સલમાન ખાન ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યા હતા. તેમણે લાઈટ કલરની શર્ટ, જેની ઉપરના થોડા બટન ખુલ્લા હતા, તેની સાથે લાઈટ બ્લૂ ડિસ્ટ્રેસ્ડ ડેનિમ જીન્સ પહેર્યું હતું. તેમના લુકમાં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર તેમની ગ્રે કલરની 'ટેક્સચર્ડ કાઉબોય હેટ' હતી. આ સ્ટાઈલિશ લુકને વધુ આકર્ષક બનાવવા માટે તેમણે બ્લેક લેધર બેલ્ટ, ગોલ્ડ વોચ, બ્લેક શૂઝ અને ગળામાં મોટા સ્ટોનવાળા પેન્ડન્ટ સાથેની સિલ્વર ચેઈન પહેરી હતી.

સલમાનના આ નવા અવતારના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. ફેન્સ તેમના આ ફેશન સેન્સના દીવાના બની ગયા છે. સોશિયલ મીડિયા પર કોમેન્ટ્સનો વરસાદ થઈ રહ્યો છે, જેમાં એક ફેને લખ્યું, "આટલી ઉંમરે પણ સલમાન સરનું ફેશન સેન્સ લાજવાબ છે, તો બીજાએ તેમને 'હટકે' ગણાવ્યા છે. કોમેન્ટ સેક્શનમાં ફેન્સ હાર્ટ અને ફાયર ઈમોજી દ્વારા પોતાનો પ્રેમ વરસાવી રહ્યા છે.

વાત કરીએ સલમાન ખાનના વર્કફ્રન્ટની વાત કરીએ તો સલમાન ખાન હવે ફિલ્મ 'માતૃભૂમિ: મે વોર રેસ્ટ ઈન પીસ'માં જોવા મળશે. અપૂર્વ લાખિયા દ્વારા નિર્દેશિત આ વોર-ડ્રામા ફિલ્મમાં સલમાન સાથે અભિનેત્રી ચિત્રાંગદા સિંહ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ 2026માં રિલીઝ થવાની શક્યતા છે. આ ઉપરાંત, સલમાન ખાન પાસે વંશી પેડિપલ્લીની આગામી ફિલ્મ 'એસવીસી 63' પણ છે, જેમાં તેમની સાથે સાઉથની સુપરસ્ટાર નયનતારા જોવા મળશે.