Fri May 29 2026

Logo

કેનેડામાં ચરોતરની 21 વર્ષની વિધિની ડ્રગ ડીલરે કરી નાંખી હત્યા, કારણ જાણીને ચોંકી જશો

2026-05-29 11:11:00
Author: Mumbai Samachar Team
Article Image

આણંદઃ ગુજરાતના આણંદ જિલ્લાની 22 વર્ષીય વિદ્યાર્થિની કલ્પેશભાઈ મેઘાના પિતાએ દાવો કર્યો છે કે, કેનેડાના નાયગ્રામાં એક ડ્રગ ડીલર દ્વારા તેને પૈસા ચૂકવવાનો ઇનકાર કર્યા પછી છરી મારીને હત્યા કરવામાં આવી હતી. તા.15 મેના રોજ વિધિની હત્યા કરવામાં આવી છે. સેન્ટ કેથરિન્સમાં આ ઘટના બની છે. પણ પરિવારજનોને દસ દિવસ બાદ આ અંગે જાણ કરવામાં આવી હતી. આ ઘટનામાં હવે વિધિના પિતાએ જણાવ્યું હતું કે, પહેલા ડ્રગ ડિલરે વિધિ પાસે પૈસાની માગણી કરી હતી. 

પૈસા ન આપતા હત્યા કરી
વિધિના પિતાએ આગળ વાત કરતા જણાવ્યું હતું કે, વિધિ પાસે પહેલા ડ્રગ ડિલર આવ્યા અને પૈસા અંગે પૂછપરછ કરી. એ પછી પૈસાની માગ કરવામાં આવી હતી. પણ વિધિએ પૈસા આપવાની ના પાડી દીધી હતી. ઝઘડો કર્યા પછી ડિલરે એના પર છરીથી હુમલો કરી દીધો હતો અને હત્યા કરી હતી.એ પછી મને જાણ કરવામાં આવી કે, દીકરીનું મૃત્યુ થયું છે. એ પછી મેં મારા સંબંધીઓને આ ઘટનાને લઈને ઈમેઈલ કર્યો હતો. આ પછી પિતાએ કેનેડા સરકારને અપીલ કરી હતી કે, દીકરીના મૃતદેહને ભારત અંતિમવિધિ માટે મોકલી આપે. વિધિ છેલ્લા ચાર વર્ષથી કેનેડામાં રહે છે. હું સરકારને અપીલ કરૂ છું કે, વિધિનો મૃતદેહ બને એટલો ઝડપથી ભારત મોકલી આપે, જેથી અંતિમ વિધિ કરી શકાય. 

વડા પ્રધાન કાર્યાલય સુધી વાત પહોંચી
વિધિના પિતાએ જણાવ્યું હતું કે, ગુજરાતના કેબિનેટ મંત્રી અને બોરસદના ભાજપના ધારાસભ્ય રમણભાઈ સોલંકીએ આ ઘટના અંગે તેમની સાથે વાત કરી હતી. સોલંકીએ મુખ્યમંત્રી કાર્યાલય અને પ્રધાનમંત્રી કાર્યાલય બંને સાથે વાત કરી હતી. જેથી વિધિનો મૃતદેહ વધુ વિલંબ કર્યા વિના પરત મળે અને સમયસર અંતિમ વિધિ કરી શકાય. વિધિની હત્યા કરનારા 40 વર્ષના જોશુઆ ઓમરની 18 મેના રોજ ધરપકડ કરવામાં આવી છે. એમના પર હત્યાની કલમ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી છે. નાયગ્રા પોલીસ સર્વિસના ઓફિશિયલે આ અંગે વિગતવાર માહિતી આપી હતી. 

ધારાસભ્ય સોલંકીએ સાંત્વના પાઠવી
ધારાસભ્યએ રમણભાઈ સોલંકીએ કહ્યું કે, મને ગઈકાલે રાત્રે જ અમારા બોરસદની પુત્રી વિધિ મેઘાની હત્યા વિશે ખબર પડી. સવારે, હું તેના પરિવારના સભ્યોને મળવા ગયો. મેં તેમના દુઃખ અને વેદના પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી, મારી સંવેદના વ્યક્ત કરી, સરકારને તેમની માંગણી જણાવી. પુત્રીનો મૃતદેહ શક્ય તેટલી વહેલી તકે તેના પરિવારના સભ્યોને સોંપવામાં આવે. ગુજરાતના બોરસદની રહેવાસી વિધિ, બિઝનેસ મેનેજમેન્ટનો અભ્યાસ કરવા માટે કેનેડા ગઈ હતી. તેણે ત્રણ વર્ષનો અભ્યાસક્રમ પૂર્ણ કર્યો હતો. બાદમાં તેણીએ પર્સનલ સપોર્ટ વર્કર (PSW) ઓનર્સ કોર્સમાં પ્રવેશ મેળવ્યો.