Sat Jun 06 2026

Logo

ભારત-બાંગ્લાદેશ બોર્ડરને લઈ શાહે આપ્યો એક્શન પ્લાન, 5 વર્ષના લેન્ડ રેકોર્ડની તપાસ થશે

2026-06-06 22:38:17
Author: mumbai samachar team
Article Image

Amit Shah


નવી દિલ્હીઃ પૂર્વોત્તરના રાજ્યોમાં સુરક્ષાના મુદ્દે અનેકવાર ચર્ચા થઈ છે. ખાસ કરીને બાંગ્લાદેશ અને ચીનને સ્પર્શની બોર્ડરના મુદ્દે ઘણીવાર તબક્કાવાર કામગીરી થઈ છે. હવે કેન્દ્રીય મંત્રી અમિત શાહે ત્રિપુરાના સાલબગાનમાં ભારત-બાંગ્લાદેશ બોર્ડરની સુરક્ષાને લઈને એક મહત્ત્વની બેઠક યોજી હોવાની વાત મળી છે. દિલ્હીમાં શનિવારે એક મહત્ત્વની સુરક્ષા બેઠક યોજાઈ હતી જેમાં ત્રિપુરા પાસે બોર્ડર વિસ્તારની ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં જે ચર્ચા થઈ એની વિગત એવી મળી છે કે, બોર્ડરથી નજીક રહેતા વિસ્તારોમાં જમીન ખરીદનારા, વેચનારા, મોટું બાંધકામ કરનારા અને પૈસાની લેવડદેવળ કરનારા લોકો પર ચાંપતી નજર રાખવા માટેના આદેશ આપ્યા છે. 

જમીનના રેકોર્ડની તપાસ કરાશે
આ સાથે છેલ્લા પાંચ વર્ષના જમીન સંબંધિત રેકોર્ડની બારિકીથી તપાસ કરવા માટે પણ કહ્યું છે. અમિત શાહ પૂર્વોત્તરના રાજ્ય ત્રિપુરાની મુલાકાતે પહોંચ્યા હતા. સેવન સિસ્ટરમાં આવતું ત્રિપુરા બાંગ્લાદેશથી ખૂબ જ નજીક છે. અમિત શાહે અહીંયા મહત્ત્વની સમીક્ષા બેઠક યોજી હતી જેમાં સીમા સુરક્ષા પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ ઉપરાંત અહીંયા સુરક્ષા કેવી રીતે મજબૂત કરી શકાય એ અંગે પણ વાત કહી હતી. આ બેઠકની સૌથી મોટી અને મહત્ત્વની વાત એ રહી છે કે, બોર્ડરની સુરક્ષા એ માત્ર BSF ની જ જવાબદારી નથી.સમગ્ર વહીવટી તંત્રએ સાથે મળીને અહીંયા સુરક્ષાની જવાબદારી ઊઠાવવાની રહેશે. આનો એ થયો કે, ડિસ્ટ્રિક્ટ મેજીસ્ટ્રેટ, એસ.પી.,સરપંચ સાથે મળીને સુરક્ષા વ્યવસ્થા તૈયાર કરે. જેનાથી એક ફૂલ પ્રુફ બોર્ડર સિક્યોરિટી ગ્રિડ તૈયાર થશે. 

નવું મોડલ લાગુ કરાશે
શાહે એવી સ્પષ્ટતા પણ કરી હતી કે, અહીં એક નવું મોડલ પણ લાગુ કરાશે જેને ટોટલ ટેરિટોરિયલ ડિફેન્સ કહેવાય છે. આનો અર્થ એ થયો કે, માત્ર કાંટાવાળી ફેન્સિગ જ નહીં પણ સમગ્ર વિસ્તાર, દરેક ખૂણા, બોર્ડરથી નજીક આવેલા ગ્રામ્ય વિસ્તાર અને આખી બોર્ડરને સુરક્ષા મળી રહેશે. બોર્ડરની નજીક રહેતા લોકોને પણ આમાં સામેલ કરવામાં આવશે જેથી દરેક નાનામાં નાની મુવમેન્ટ હોય તો પણ ખબર પડી જાય. ખાસ કરીને ટ્રેનિંગ કેમ્પ તથા હથિયારોની તસ્કર પર બાજ નજર રાખવામાં આવશે. ટેકનિકલી રીતે પણ મોટા પગલાં લેવામાં આવી રહ્યા છે. સમગ્ર વિસ્તારમાં સીસીટીવી મોડેલ લાગુ કરાશે. આને સૌથી પહેલા ત્રિપુરામાં એપ્લાય કરવામાં આવશે. BSFના જેટલા પણ જૂના કેમેરા છે એને અપગ્રેડ કરવામાં આવશે. આ સાથે તેને જિલ્લા વહીવટી તંત્ર સાથે જોડવામાં આવશે. પછી જો એમાં કોઈ છેડછાડ થઈ તો સૌથી પહેલા વહીવટી તંત્રને ખ્યાલ આવી જશે. નશા અને હથિયારની તસ્કરીને લઈને સરકારનું વલણ કડ઼ક છે. આવી પ્રવૃતિને કોઈકાળે સહન કરવામાં નહીં આવે. 

સુરક્ષા મુદ્દે કોઈ બાંધછોડ નહીં
બોર્ડર વિસ્તારની આસપાસ જમીનની વેચાવલી, ખરીદી, બાંધકામ, પૈસાની લેવડદેવળની દરેક પ્રવૃતિ પર ખાસ નજર રાખવામાં આવશે. આ એટલા માટે જરૂરી છે કારણ કે, ઘણીવાર કેટલાક શંકાસ્પદ બોર્ડર નજીક આવીને જમીન ખરીદી લે છે. પછી પોતાની પ્રવૃતિઓ કરતા હોય છે. છેલ્લા પાંચ વર્ષના જમીનના રેકોર્ડની પણ તપાસ કરવામાં આવશે. જેથી વધારે ચિત્ર સ્પષ્ટ થશે. આ ઉપરાંત સુરક્ષના લગતા દરેક પાસાને રીવ્યૂ કરવામાં આવશે.