Mon Sep 07 2026

Logo

ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, રાહત થશે કે નહીં?

2026-03-12 20:25:02
Author: Vimal Prajapati
ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, રાહત થશે કે નહીં?

ગુજરાતમાં ગરમીનો પારો સતત ઉપર જઈ રહ્યો છે. ગુજરાતના અનેક જિલ્લાઓમાં આજે પર ગરમીનો ભારે હાઈ રહ્યો હતો. દેશના 10 સૌથી ગરમ શહેરોમાં ગુજરાતના આઠ શહેરો સામેલ થયા હોવાનું જાણવા મળ્યું છે. હીટ વેવની સ્થિતિ વચ્ચે 'બાબા વેંગા' જેવી ભવિષ્યવાણી કરતા અંબાલાલ પટેલે ફરી એકવાર ચોંકાવનારી ભવિષ્યવાણી કરી છે. ચાલો જાણીએ ગરમી અંગે અંબાલાલ પટેલ શું કહે છે....

ઉત્તર ગુજરાત અને કચ્છમાં વરસાદની આગાહી

અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે આગામી દિવસોમાં ગુજરાતનું હવામાન બદલાશે. ખાસ કરીને ઉત્તર ગુજરાત અને કચ્છના કેટલાક ભાગોમાં વરસાદ થવાની પણ આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલની હવામાન આગાહી મોટાભાગે સચોટ સાબિત થાય છે. પરંતુ આ વખતે વધતી ગરમી વચ્ચે વરસાદની આગાહી કરવામાં આવી તેના કારણે લોકો આશ્ચર્યચકિત થઈ ગયાં છે. જોકે, અંબાલાલ દ્વારા વરસાદની આગાહી પાછળનું કારણ પણ જણાવ્યું છે. 

અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે આગામી 48 કલાકમાં રાહત મળવાની શરૂઆત થશે.

IMD ના ડેટા અનુસાર ગુરુવારે દેશમાં સૌથી વધુ તાપમાન મધ્ય મહારાષ્ટ્રના નંદુરબાર 42.4 ડિગ્રી સેલ્સિયસ માં નોંધાયું હતું. ગુજરાતની વાત કરવામાં આવે તો, વલ્લભ વિદ્યાનગર 42.3 ડિગ્રી સેલ્સિયસ સાથે દેશમાં બીજા ક્રમે રહ્યું છે. તે પછી રાજકોટ 41.9 ડિગ્રી સેલ્સિયસ સાથે ત્રીજા ક્રમે રહ્યું છે. ગરમીમાં ટોપ-10 ની યાદીમાં ગુજરાતના અનેક શહેરો જેમાં ક્રમશઃ વડોદરામાં 41.6 ડિગ્રી સેલ્સિયસ, સુરેન્દ્રનગરમાં 41.5 ડિગ્રી સેલ્સિયસ, અમદાવાદમાં 41.4 ડિગ્રી સેલ્સિયસ, સુરતમાં 41.0 ડિગ્રી સેલ્સિયસ, કેશોદમાં 40.7 ડિગ્રી સેલ્સિયસ અને ડીસામાં 40.7 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. 

14 માર્ચથી 18 માર્ચ વચ્ચે ગુજરાતનું વાતાવરણ બદલાશે

અંબાલાલ પટેલની આગામી પ્રમાણે 14 માર્ચથી 18 માર્ચ વચ્ચે ગુજરાતના વાતાવરણમાં બદલાવ આવશે. વેસ્ટર્ન ડિસ્ટરબન્સ સક્રિય થશે. 19 માર્ચથી 25 માર્ચ સુધી તેનો પ્રભાવ રહેશે. ખાસ કરીને ઉત્તર ગુજરાત અને કચ્છમાં વરસાદ થવાની સંભાવનાઓ છે. વેસ્ટર્ન ડિસ્ટરબન્સના કારણે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસદા થવાની સંભાવનાઓ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.