આપણામાંથી મોટાભાગના લોકોએ લાઈફમાં ક્યારેકને ક્યારેક તો ફ્લાઈટમાં મુસાફરી કરી જ હશે. હવે જો તમે પણ ફ્લાઈટમાં પ્રવાસ કર્યો હશે તો તમને ખ્યાલ હશે કે જ્યારે તમે ચેક ઈન લગેજ પર એરલાઈન દ્વારા એક પેપર ટેગ લગાવવામાં આવે છે. અનેક લોકો પ્રવાસ પૂરો થયા બાદ આ ટેગને નકામો સમજીને આમ જ કચરામાં ફેંકી દે છે. પરંતુ શું તમને ખબર છે કે તમારી આ નાનકડી બેદરકારી તમારી પર્સનલ ઈન્ફોર્મેશન ખોટી વ્યક્તિની હાથમાં પહોંચી જતાં તેનો મિસયુઝ થઈ શકે છે. ચાલો તચમને આ વિશે જણાવીએ...
આપણે ચેક ઈન લગેજ પર લગાવવામાં આવતા ટેગને ફ્લાઇટમાંથી ઉતરીને આ ટેગને સામાન્ય કાગળ સમજીને કચરામાં ફેંકી દેતા હોય છે. પરંતુ જાગૃત મુસાફરો અને એવિએશન એક્સપર્ટ્સ ચેતવણી આપી રહ્યા છે કે આ ટેગમાં એકદમ સેન્સેટિવ અને પર્સનલ ઈન્ફોર્મેશન જોવા મળે છે, જેનો સ્કેમર્સ દુરુપયોગ કરી શકે છે.
એરલાઈન દ્વારા લગાવવામાં આવતા આ લગેજ ટેગ પર પ્રવાસીનું નામ કે પછી તમારા નામના ઈનિશિયલ્સ, ફ્લાઇટ નંબર અને ડેસ્ટિનેશન કોડ તો દેખાય જ છે, પરંતુ સૌથી મહત્વનો ભાગ છે 10 ડિજિટનો લાયસન્સ પ્લેટ નંબર (LPN) અને તેની નીચે રહેલો બારકોડ. જ્યારે આ બારકોડ સ્કેન કરવામાં આવે છે, ત્યારે તે એરલાઇનના સિસ્ટમ સાથે જોડાય છે જ્યાં તમારો પીએનઆર (Passenger Name Record) સ્ટોર હોય છે.
વાત કરીએ આ પીએનઆરમાં શું હોય છે એની તો આ 6 અક્ષરના કોડમાં તમારી મુસાફરીની તારીખ, સીટ નંબર, ઈમેલ આઈડી અને ક્યારેક ફોન નંબર પણ લિંક હોય છે. હવે આવી સંવેદનશીલ માહિતી ધરાવતો આ બારકોડ કોઈ ખોટી વ્યક્તિના હાથમાં આવી જાય તો તે તેનો કેવો અને કેટલો દુરુપયોગ કરી શકે?
જો આ ટેગ કોઈ ખોટા વ્યક્તિના હાથમાં આવી જાય, તો સ્કેમર્સ પીએનઆરની વિગતો કાઢીને તમારો બેગ ગુમ થયો હોવાનો ખોટો ક્લેમ કરી શકે છે અને વળતરના નાણાં પડાવી શકે છે. આ સિવાય જો આ ટેગ પર તમારો ફોન નંબર કે ઘરનું એડ્રસ લખેલું હોય, તો તે આઈડેન્ટિટી થેફ્ટ (ઓળખની ચોરી) કે ફિશિંગ એટેક માટે આમંત્રણ છે. મોસ્ટ ઈમ્પોર્ટન્ટલી તમારી આગામી ટ્રાવેલ ડિટેલ્સ જાણીને કોઈ તમારી ગેરહાજરીમાં ઘર પર દેખરેખ રાખી શકે છે.
સુરક્ષિત રીતે ટેગનો નિકાલ કેવી રીતે કરવો?
હવે આ ટેગ ખોટા હાથમાં જતો રહે તો શું નુકસાન થઈ શકે છે એની વાત કરી લીધા બાદ હવે આગળ વધીએ અને વાત કરીએ કે આ ટેગ્સનો નિકાલ કઈ રીતે લાવી શકાય એની તો એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર લગેજ ટેગને ક્યારેય આખેઆખો ફેંકવો જોઈએ નહીં. બારકોડને ઉભી રીતે (Vertically) એવી રીતે ફાડો કે જેથી તેની લાઈનો તૂટી જાય અને તે સ્કેન ન થઈ શકે.
ટેગને નષ્ટ કરવાની બીજી રીત વિશે વાત કરીએ તો તમે આ ઉપરાંત જો ટેગ પર તમારો નંબર કે સરનામું લખેલું હોય, તો તેને બ્લેક માર્કરથી ભૂંસી નાખો. લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ એટલે કે તમે ટેગના નાના-નાના ટુકડા કરી નાખો અથવા તેને સુરક્ષિત રીતે સળગાવી દો જેથી કોઈ માહિતી વાંચી શકાય તેમ ન રહે.