Mon Oct 05 2026

Logo

કોચીથી અબુ ધાબી જતી એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ: એન્જિનમાં ખામી સર્જાતા મોટી દુર્ઘટના ટળી

2026-09-07 16:14:00
Author: Mumbai Samachar Team
કોચીથી અબુ ધાબી જતી એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ: એન્જિનમાં ખામી સર્જાતા મોટી દુર્ઘટના ટળી

કોચીઃ અમદાવાદમાં પ્લેન ક્રેશ થયા પછી દેશમાં હવાઈ યાત્રા પર નિરંતર સંકટની તલવાર લટકી રહી છે. દર બીજે દિવસે પ્લેન ક્રેશ અથવા ટેક્નિકલ ખામી જેવી સમસ્યાનું નિર્માણ થાય છે, જેમાં આજે કોચીથી અબુ ધાબી જનારી એર ઈન્ડિયા એક્સપ્રેસના વિમાનના એન્જિનમાં ખામી નિર્માણ થયા પછી અચાનક ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. રાહતની વાત હતી કે સુરક્ષિત લેન્ડિંગ કરવામાં આવ્યું હતું, પરિણામે મોટી હોનારત ટળી ગઈ હતી.

મળતી માહિતી અનુસાર ફ્લાઈટમાં ઓઈલ ખતમ થઈ જવાનું ધ્યાનમાં આવ્યા પછી વિમાનની ક્રૂએ એક એન્જિન બંધ કરી દીધું હતું. એના પછી વિમાનનું કોચી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સુરક્ષિત લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.

અધિકારીએ જણાવ્યું હતું કે એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટ આઈએક્સ 415 કોચીથી અબુ ધાબી જઈ રહી હતી, ત્યારે બનાવ બન્યો હતો. જોકે, ફ્લાઈટને તરત પાછી વાળવી પડી હતી, જ્યારે વિમાન 737 હતું. ઉડાન વખતે મળેલી માહિતી અનુસાર એન્જિન નંબર એકમાં ફ્યુઅલ લેવલ ઓછું થઈ રહ્યું હતું, ત્યારે તેલનું પ્રેશર ડેન્જર લેવલ સુધી પહોંચી ગયું હતું,ત્યારે એન્જિનને બંધ કરવામાં આવ્યું હતું, ત્યાર પછી વિમાનને કોચી એરપોર્ટ પર સુરક્ષિત લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.

એર ઈન્ડિયા એક્સપ્રેસનું વિમાન જ્યારે ટેકઓફ કર્યું ત્યારે લગભગ પચાસ મિનિટ પછી પાઈલટ અને કો-પાઈલટનું એ વાત પર ધ્યાન ગયું કે વિમાનનું એન્જિન-એકમાં ઓઈલ ઝડપથી ઘટી રહ્યું છે. એ વખતે વિમાન લગભગ 36,000 ફૂટની ઊંચાઈ પર ઉડાન ભરી રહ્યું હતું ત્યારે ક્રૂએ FORDECની જાહેરાત કરી હતી, જે ઈમરજન્સી અથવા મુશ્કેલ પરિસ્થિતિમાં સ્ટ્રક્ચર્ડ ડિસિઝન મેકિંગનું મહત્ત્વનું મોડલ છે. વિમાનમાં તેલનું લેવલ ઘટી રહ્યું હતું ત્યારે ક્રૂએ અબુ ધાબી જવાનું મોકૂફ રાખ્યું હતું અને વિમાનને કોચી લઈ જવાનો નિર્ણય લીધો હતો.

હવે એ જમાવવાનું કે એના પહેલા જુલાઈ મહિનામાં મુંબઈ એરપોર્ટ પર મોટી હોનારત ટળી ગઈ હતી, જ્યારે રનવે પર એર ઈન્ડિયા અને એર ઈન્ડિયાના વિમાન આમનેસામને આવી ગયા હતા. એર ઈન્ડિયા એક્સપ્રેસનું વિમાન લેન્ડિંગ કર્યું હતું, પરંતુ રન-વે પરથી હટ્યું નહોતું. બીજી બાજુ દિલ્હી જનારું એર ઈન્ડિયા વિમાન ટેકઓફની તૈયારી કરી રહ્યું હતું. બંને વિમાન આમનેસામને આવી ગયા પછી એર ટ્રાફિક કંટ્રોલે તાત્કાલિક એર ઈન્ડિયાના વિમાનને ટેક ઓફ પ્રક્રિયા રોકી દીધી હતી.