Sun Oct 04 2026

Logo

કરિયરઃ AI તમારી નોકરી નહીં છીનવે, પરંતુ બદલાવશે...

2026-09-19 10:50:00
Author: Kirti Shekhar
કરિયરઃ AI તમારી નોકરી નહીં છીનવે, પરંતુ બદલાવશે...

કિર્તીશેખર

ક્યારેક ટાઈપરાઈટરે ક્લાર્કની ગતિ બદલાવી, પરંતુ પછી કોમ્પ્યયટર આવ્યું તો ટાઈપરાઈટર કાળબાહ્ય થઈ ગયું. ટાઈપરાઈટર ગમે એટલું સારું હતું પરંતુ તેનું કોમ્પ્યુટરને લીધે અસ્તિત્વ ખતમ થઈ ગયું. હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આ કામ જૂની ટેક્નિક સાથે કરી રહ્યું છે. અને હવે મશીનોને બદલી નાખશે. કોમ્પ્યુટરે જે રીતે આખી દુનિયાની કામકાજની રીત બદલાવી નાખી એ જ રીતે એઆઈ બધા મશીનોને બદલી નાખશે. 

આજે નોકરી માટે ઈચ્છુક યુવાનોના મનમાં એવો ડર પેસી ગયો છે કે શું એઆઈ બધાની નોકરી છીનવી લેશે. એઆઈ યુવાનોની નોકરી તો નહીં છીનવે પરંતુ યુવાનોએ તેની પાસેથી કામ લેતા શીખવું પડશે. જોબ માર્કેટના એક્સપર્ટનું કહેવું છે કે એઆઈ ભલે તમારી નોકરી નહીં છીનવે પરંતુ જો તમે એઆઈની મદદથી કામકાજને નવું સ્વરૂપ ન આપ્યું તો તમારી નોકરી જરૂર જતી રહેશે. એઆઈના યુગમાં જૂની રીતે કામકાજ નહીં થાય. પછી આ ભલે બે વર્ષ  કે પાંચ વર્ષ પછી થાય.  હવે દરેક કામ એઆઈની મદદથી જ થશે. 

જે કામમાં કલાકો લાગતા હતા એ કામ એઆઈના સહયોગથી થોડી મિનિટોમાં થઈ જાય છે. રિપોર્ટનો પહેલાં મુસદ્દો બનાવવો હોય કે ડેટાનું વિશ્લેષણ કરવાનું હોય કે પ્રેઝન્ટેશનની રૂપરેખા તૈયાર કરવાની હોય કે કોડિંગની શરૂઆત કરવાની હોય કે ગ્રાહકોના સવાલોનો જવાબ દેવાનો હોય  આ બધા રૂટિન કામ ઓટોમેટિક થઈ જશે. જો પારંપરિક કર્મચારી એઆઈની મદદ લેવાનો ઈનકાર કરશે તો તેને નોકરી છોડવી પડશે. 

જ્યારે અખબારોએ કોમ્પ્યુટર અપનાવ્યું ત્યારે અનેક પત્રકારોને નોકરી છોડવી પડી હતી જે કોમ્પ્યુટરમાં કામ કરવા તૈયાર નહોતા. સંદેશો સાફ છે ભવિષ્યમાં માનવી વિરુદ્ધ એઆઈ નહીં રહે પરંતુ માનવી અને એઆઈનો સુમેળ થશે. આથી સાચી કરિયર ચેલેન્જ એ નથી કે એઆઈથી કેમ બચવું પરંતુ એઆઈ સાઓથે કેટલા બહેતર કે કમ્ફોર્ટેબલ થાઓ છો. 

એઆઈ કોઈની નોકરી એક ઝટકે ખતમ કરતું નથી. તે તેના કામના અમુક ભાગને ઓટોમેટિક કરી નાખે છે અને પછી ક્રમશ: એ કામ જ ઓટોમેટિક થઈ જાય છે. દાખલા તરીકે જુનિયર કન્ટેન્ટ રાઈટર પહેલાં સંશોધન કરતો હતો અને પછી હેડલાઈન કરે. આઈડિયા ડેવલપ કરતો હતો ત્યાર બાદ એડિટિંગનો નંબર આવતો હતો જે બધા કામ પોતે કરતો. 

હવે એઆઈ પ્રારંભિક રિસર્ચ, રૂપરેખા અને અનેક ડ્રાફ્ટનો વિકલ્પ પલકારામાં તૈયાર કરી નાખે છે, પરંતુ સ્ટોરીનો એન્ગલ કેવો હોવો જોઈએ તથા  સ્ટોરીમાં સામેલ તથ્યોની ચકાસણી કેવી રીતે કરવી, ક્નટેન્ટની ભાષા દર્શકોને અનુરૂપ કઈ રીતે બને  અને અંતિમ એડિટોરિયલ જજમેન્ટ કોણ આપશે.  આ કામ માનવી કરે છે અને કરતો રહેશે. જો કે, પ્રાથમિક દરજ્જાનું કામ એઆઈ ઝડપથી કરી લેશે. આજે પણ કોઈ લેખક એઆઈની ઉપેક્ષા કરી શકતો નથી. તેને રાઈટિંગ બેકગ્રાઉન્ડ, તથ્યો એ મૂળભૂત આઈડિયા માટે એઆઈ સાથે તડજોડ કરવું પડે છે. હા, પોતાના લખાણને કઈ દિશા આપવી કઈ રણનીતિ રાખવી આ બધું લેખકનું કામ છે. 

ભારતનો સવાલ છે ત્યાં સુધી મોટા ભાગના લોકો એમ વિચારે છે કે એઆઈ નાના કામોમાં કાર્યરત નહીં હોય. આ ખોટી ગેરસમજ છે. ઝાડુપોતા અને વાસણ ધોવામાં એઆઈ કામમાં આવી રહ્યું છે તો ભવિષ્યમાં કોઈ કામ એવુ નહીં હોય જે એઆઈ ન કરી શકે. ભારતીય કંપનીઓ એઆઈ, રોબોટિક્સ અને ઓટોમેટિક સિસ્ટમમાં ઝડપથી રોકાણ કરી રહ્યા છે. 

માર્કેટના જાણકારોનું માનવું છે કે હવે કોર્પોરેટ સેક્ટરમાં 30 ટકા કર્મચારીઓ સ્કિલ આધારિત રાખવા માગે છે જેની પાસે ચમકતી ડિગ્રી ન હોય તો પણ તેમનું કામ સારું હોય. આનો અર્થ સાફ છે કે ડિગ્રીની સાથે હવે યુવાનો ડેમોન્સ્ટ્રેબલ સ્કિલ પર પણ ધ્યાન આપે છે જેથી દેખાવ, કામની કુશળતા અને ગતિ વધે. આવનારા દિવસોમાં કંપનીઓ એ નહીં જોઈ કે તેણે એઆઈની કઈ ડિગ્રી લીધી છે, પરંતુ એ જોશે કે તમે એઆઈની મદદથી કઈ વાસ્તવિક સમસ્યાનો બહેતર નિવેડો લાવી શકો છો. 

હવે એ સ્પષ્ટ થઈ ગયું હશે કે એઆઈમાં દક્ષતા મેળવ્યા વિના રોજગાર સુરક્ષિત નહીં રહે. એઆઈ બધી નોકરીને રિપ્લેસ ન કરે. પરંતુ એઆઈની સાથે રહેનારા લોકોની ડિમાન્ડ હશે. આથી આપણે બધાએ એઆઈમાં કુશળતા મેળવવી પડશે. અમુક ક્ષેત્રો અને અમુક કાર્યક્ષેત્રોમાં એનું દબાણ ઘણું હશે. દાખલા તરીકે ડેટા એન્ટ્રિ, બેસિક એડમિનિસ્ટે્રટિવ પ્રોસેસિંગ, કસ્ટમર સપોર્ટ અથવા અમુક રીપિટેટવિ ક્નટેન્ટ વગેરેમાં એઆઈનું દબાણ હશે. કેશિયર અને એડમિનિસ્ટ્રેટિવ આસિસ્ટન્ટની ભૂમિકા ઝડપથી ખતમ થઈ જશે. 

જનરેટિવ એઆઈના પ્રભાવથી ગ્રાફિક ડિઝાઈનર્સની ભૂમિકા પર સતત દબાણ આવશે.મધ્યમ અને પાયાની ડિઝાઈન તો એઆઈ તૈયાર કરી નાખશે. આથી તમારે આમાં વજૂદ રાખવું હોય તો એઆઈમાં કુશળ થવું પડશે. જાણકારો કહે છે કે આગામી દિવસોમાં મોટા ભાગના કામ મશીન કરી નાખશે. 

જોકે એઆઈ ઈકોસિસ્ટમ નવા રોજગાર ઊભા કરશે. આગામી વર્ષોમાં એઆઈ અને મશીન લર્નિંગ સ્પેશ્યાલિસ્ટ, બિગ ડેટા સ્પેશ્યાલિસ્ટ, એઆઈ પ્રોજેક્ટ મેનેજર, એઆઈ ટે્રનર ડેટા એનાલિસ્ટ, સાઈબર સિક્યોરિટી પ્રોફેશનલ અને એઆઈ ગવર્નેસ જેવા નિષ્ણાતો મહત્ત્વની હાજરી અને સમ્માન બચાવી શકશે, જ્યારે તેઓ એઆઈમાં ઊંચી કુશળતા મેળવી લે. 

એઆઈની સાથે ટેક્નિક એક્સપર્ટ ઉપરાંત એવા પ્રોફેશનલ જોઈએ જે એઆઈના ડોમેનને લાગુ કરી શકે. એટલે કે એઆઈ વત્તા લો વત્તા હેલ્થ કેર, એઆઈ વત્તા જર્નાલિઝમ વત્તા ફાયનાન્સ અને એઆઈ વત્તા એજ્યુકેશન જેવી કોમ્બિનેશન બનશે. એક્સપર્ટ કહે છે કે માનવ કુશળતાની કિંમત ઘટશે. આથી એક્સપર્ટનું કહેવું છે કે એઆઈ શીખો નહીં તો કરિયર ખતમ થઈ જશે.