નવી દિલ્હીઃ સમગ્ર દુનિયા એઆઈ (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ)ની દિશામાં દોટ મૂકી છે, જેમાં અબજો ડોલરનું જંગી રોકાણ પણ કરવામાં આવ્યું છે. આ સેક્ટરમાં મોટી સંખ્યામાં ઉદ્યોગપતિઓ પણ રોકાણ કરી રહ્યા છે, જેનાથી સેક્ટરનું પણ વિસ્તરણ થઈ રહ્યું છે, પરંતુ રોજગારી અને આવકનું પણ સંકટ ઊભું થયું છે જેના અંગે નિષ્ણાતોએ મહત્ત્વની પ્રતિક્રિયાઓ આપી છે.
પાટનગરમાં આયોજિત એઆઈ સમિટમાં નવી રોજગારી પર તલવાર લટકી રહી હોવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. ગ્લોબલ ટેક્નોલોજી લીડર્સે આ મુદ્દે ચર્ચા કરી કે આજના જમાનામાં AI વિશેનો ઉત્સાહ એક પરપોટો છે કે લાંબા ગાળાની ઉત્પાદકતા તેજીની શરૂઆત છે?
એઆઈ સમિટમાં ટૂરિંગના ફાઉન્ડર અને સીઈઓ જોનાથન સિદ્ધાર્થે કહ્યું કે એઆઈના આગમનથી નોકરીઓનું ફોર્મ શિફ્ટ થઈ શકે છે. જો નોકરીની કામગીરીમાં કોઈ ફેરફાર થતા હોય તો મોટા પાયે નોકરીઓ જઈ શકે છે. યુવાનોએ ખાસ કરીને સ્કિલ બેઝ્ડ ફોક્સ રહેવું જોઈએ.
ગયા વર્ષે ટેસ્ટિંગમાં આ વર્ષે રફતાર પકડી
હાલના તબક્કે ભારતમાં વધુ મહત્ત્વ ધરાવે છે. એઆઈ ક્રાઈસીસ ઓછો પણ તકો વધુ છે. આપણે હ્યુમન નોલેજથી હવે ગેટ વર્ક પ્રોડક્ટિવિટીમાં શિફ્ટ થઈ રહ્યો છે. ગયા વર્ષે એઆઈ ટેસ્ટિંગ હતું, પરંતુ આ વર્ષે રિયલ વર્કમાં કામકાજ કરશે. દરમિયાન ઈન્ડિયાસ્પોરાના ફાઉન્ડર રંગાસ્વામીએ કહ્યું કે હાલમાં રોકાણની દૃષ્ટિએ ગંભીર નાણાકીય પરિણામની આવશ્યક્તા છે. તેમણે કહ્યું કે ડેટા સેન્ટર્સમાં લગભગ 1 ટ્રિલિયન ડોલરનું રોકાણ થવાની અપેક્ષા છે. રોકાણકારોએ પણ પોતાનું રોકાણ પરત મળે એ પ્રકારે રેવન્યુ જનરેટ કરવાની રહેશે. આજે હાઈપરસ્કેલર અને એઆઈ સ્ટાર્ટઅપ્સની કુલ આવક અત્યારે ઊંચા સ્તરેથી બહુ ઓછી છે.
હાલના તબક્કે એઆઈને લઈ ઉત્સાહ સ્પષ્ટ જોવા મળી રહ્યો છે, પરંતુ ધીરજની પરીક્ષા થશે. ડિજિટલ નોલેજ વર્ક, વિભિન્ન ઉદ્યોગોમાં કમ્પ્યુટર પરની કામગીરી સાથે અબજો ડોલરનું રોકાણ પણ કર્યું છે. એઆઈ એજન્ટ હવે એ કામગીરી સંભાળી રહ્યા છે જેને પહેલા હ્યુમન વર્કને કારણે અનેક દિવસો લાગતા હતા. કામદારોને બદલે અનેક કામ ડેવલપ પણ થઈ રહ્યા છે. લોકો હવે દરેક કામ મેન્યુઅલને બદલે એઆઈ આઉટપુટની દેખરેખ અને વેરિફાઈ કરવામાં એક્ટિવ છે.
એઆઈને કારણે ઉદ્યોગોમાં ખાસ કરીને હેલ્થ સેક્ટરમાં પણ મોટા પરિવર્તનો આવી શકે છે. ભારત સરકારે પણ સરકારી વ્યવસ્થામાં સુધારા અને રાષ્ટ્રીય હિતોની રક્ષા માટે એઆઈમાં રોકાણ કરવું જોઈએ. એનાથી નવી રોજગારી અને શિક્ષણમાં મોટા પરિવર્તનોની ચેતવણી આપી છે અને કહ્યું છે કે શ્રમિકોએ એઆઈની તાલીમ પણ લેવી જોઈએ, એમ નિષ્ણાતોએ જણાવ્યું હતું.