Sat Jun 27 2026

Logo

ભગવાન જગન્નાથજીની 45મી રથયાત્રા નિમિત્તે અમદાવાદ અને વડોદરામાં તાડમાર તૈયારીઓ શરૂ

2026-06-27 17:34:00
Author: Vimal Prajapati
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદઃ ભગવાન શ્રી જગન્નાથની રથયાત્રાને માત્ર હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. જગન્નાથજીની 45મી રથયાત્રા આગામી તારીખ 16 જુલાઈ, ગુરૂવારે યોજાશે. જેને લઈને અમદાવાદ અને વડોદરામાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. અષાઢી બીજે યોજાનારી ભવ્ય રથયાત્રા પૂર્વેના સૌથી મહત્વપૂર્ણ ધાર્મિક ચરણ ગણાતા ‘જળયાત્રા’ ઉત્સવની શ્રી જગન્નાથ મંદિરમાં તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.  વડોદરા શહેરમાં પણ રથયાત્રાને લઈને ઈસ્કોન મંદિરમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ખાસ કરીને ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીના રથને રંગરોગાન અને શણગારનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. 

જેઠ સુદ પૂનમના પાવનના અવસરે પ્રભુ જગન્નાથ પોતાના ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગર યાત્રા કરે છે. જગન્નાથની રથયાત્રા વૈદિક પરંપરા પ્રમાણે ભવ્ય રીતે નીકળે છે, જેમાં મોટી સંખ્યામાં ભક્તો આવતા હોય છે. જેથી રથયાત્રાની રૂટમાં કોઈને તકલીફના પડે તે માટે પણ તંત્ર દ્વારા કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે રથયાત્રા માટે મંદિર તંત્ર, સાધુ-સંતો અને સ્થાનિક તંત્ર દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થાને આખરી ઓપ આપી દેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. 

વડોદરા શહેરની વાત કરવામાં આવે તો, રથયાત્રા દરમિયાન ભગવાન શ્રી જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીના દર્શન કરવા તેમજ રથને ખેંચવા માટે મોટી સંખ્યામાં ભક્તો આવતા હોય છે. આ લોકોની સુરક્ષા માત્ર વ્યવસ્થા તંત્ર દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવતી હોય છે. રથયાત્રાના સુચારૂ આયોજન માટે મંદિર ટ્રસ્ટ દ્વારા વિવિધ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. અનેક પ્રકારના કામોને તો આખરી ઓપ પણ આપી દેવામાં આવ્યો છે, હવે શહેરીજનો સાથે ભક્તો મોટી સંખ્યામાં રથયાત્રામાં ભાગ લેવા માટે ઉત્સુક છે.