Sat Sep 05 2026

Logo

અમદાવાદ જગન્નાથ મંદિરમાં ભક્તિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો નેત્રોત્સવ

2026-07-14 16:54:52
Author: Chandrakant Kanoja
અમદાવાદ જગન્નાથ મંદિરમાં ભક્તિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો નેત્રોત્સવ

અમદાવાદ: અમદાવાદમાં 16 જુલાઇના રોજ યોજાનારી ભગવાન જગન્નાથની રથયાત્રાની મંદિર પરિસરમાં તડામાર તૈયારીમાં કરવામાં આવી રહી છે. જેમાં આ પૂર્વે મહત્વની એવી ભગવાન જગન્નાથની નેત્રોત્સવ વિધી ભક્તિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન કરવામાં આવી હતી. તેમજ  ભગવાન જગન્નાથ, ભાઈ બળદેવજી અને બહેન સુભદ્રાજી નિજ મંદિરે પરત ફર્યા છે. 

મંદિર પરિસર" જય રણછોડ, માખણ ચોર" ના નારાઓથી ગુંજી ઉઠ્યું

આ પવિત્ર પ્રસંગે મંદિર પરિસર" જય રણછોડ, માખણ ચોર" ના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું. પ્રભુના આ દિવ્ય સ્વરૂપના દર્શન કરવા મંદિર પરિસરમાં ભક્તોની  ભારે ભીડ જોવા મળી હતી. જ્યારે રાજ્યના  પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આ વિધિમાં જોડાયા હતા અને પૂજા કરી હતી જ્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ધજા ચઢાવી હતી. 

ભગવાનના સોનાવેષમાં દર્શન કરાવવામાં આવશે

આ પ્રસંગે જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજે જણાવ્યું હતું કે, આજે ખૂબ જ આનંદ સાથે ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધી કરવામાં આવી હતી. જગન્નાથ મંદિરમાં આજે મહાપ્રસાદ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ બુધવારે  મંગળા આરતી થશે અને તેને પછી ભગવાનના સોનાવેષમાં દર્શન કરાવવામાં આવશે અને ત્યારબાદ ભગવાનના ત્રણેય રથને નીજ મંદિરમાં લાવી પૂજા કરવામાં આવશે.