Sun Sep 06 2026

Logo

અમદાવાદમાં ટેન્ડરના નામે 'ગિફ્ટ'માં માંગ્યા સોનાના સિક્કા અને પછી જે થયું તે જાણી ચોંકી જશો!

2026-03-09 11:29:00
Author: Devayat Khatana
અમદાવાદમાં ટેન્ડરના નામે 'ગિફ્ટ'માં માંગ્યા સોનાના સિક્કા અને પછી જે થયું તે જાણી ચોંકી જશો!

AI Genrated Image


​​​​​​

અમદાવાદ:  સાયબર ગઠિયાઓના એક નવા કિમિયા વિશે સાંભળીને તમે પણ ચોંકી ઊઠસો. અમદાવાદમાં પશ્ચિમ બંગાળના એક વેપારી સાથે રેલવે ટેન્ડર અપાવવાના બહાને લાખો રૂપિયાની છેતરપિંડીની ચોંકાવનારી ઘટના સામે આવી છે. દુર્ગાપુરના 66 વર્ષીય ઉત્તમકુમાર મુખર્જી, જેઓ સરકારી ટેન્ડરના વ્યવસાય સાથે સંકળાયેલા છે, તેમને રેલવે ટેન્કરના ટેન્ડર અપાવવાની લાલચ આપી છેતરપિંડી આચરવામાં આવી હતી. આ મામલે ઉત્તમકુમારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ (DCB) માં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ઘટનાની વિગતો મુજબ, મુખર્જીના એક પરિચિત રાજીવ ગોગોઈએ તેમને વડોદરાના હાર્દિક જૈનનો સંપર્ક કરવા જણાવ્યું હતું, જેનો દાવો હતો કે તેની પાસે અનેક મોટા કોન્ટેકટ છે. હાર્દિક જૈને મુખર્જીને અમદાવાદ બોલાવ્યા અને જણાવ્યું કે એડવોકેટ સ્વપ્નિલ બંગાળી નામના વ્યક્તિના સંપર્કો દ્વારા આ ટેન્ડર મેળવી શકાય તેમ છે. જોકે, આ પ્રક્રિયા માટે રેલવેના મોટા અધિકારીઓને આશરે 3 થી 4 લાખ રૂપિયાની કિંમતની 'ભેટ' આપવી પડશે તેવી શરત મૂકવામાં આવી હતી.

ગત 4 માર્ચના રોજ મુખર્જી અમદાવાદ આવ્યા અને 4.38 લાખ રૂપિયાની કિંમતના સોનાના સિક્કા ખરીદ્યા હતા. આરોપીઓએ તેમને શાહીબાગ સર્કિટ હાઉસ બોલાવીને ત્યાં આ સિક્કા પડાવી લીધા હતા. ત્યારબાદ નકલી અધિકારીઓ તેજસ મહેતા અને કૌશિક લાખાણી સાથે તેમની મુલાકાત કરાવી ટેન્ડરનું આશ્વાસન આપ્યું હતું. જોકે, આરોપીઓએ વધુ એડવાન્સ રકમની માંગણી કરતા મુખર્જીને શંકા ગઈ હતી. તપાસ કરતા માલૂમ પડ્યું કે આ નામના કોઈ અધિકારીઓ અસ્તિત્વમાં જ નથી, જેથી તેમણે છેતરપિંડી થઈ હોવાનું સમજાતા પોલીસ ફરિયાદ નોંધાવી હતી.