Mon Oct 05 2026

Logo

કચ્છમાં AAPને મોટો ફટકો, એક સાથે 36 હોદ્દેદારોએ રાજીનામા આપતાં આખું સંગઠન ધરાશાયી

2026-06-18 11:25:00
Author: Mayur Patel
કચ્છમાં AAPને મોટો ફટકો, એક સાથે 36 હોદ્દેદારોએ રાજીનામા આપતાં આખું સંગઠન ધરાશાયી

અમદાવાદઃ પશ્ચિમ કચ્છમાં AAPમાં મોટો ભડકો થયો છે. જિલ્લા પ્રમુખ ઝુઝારદાન ગઢવી સહિતની આખી ટીમે પક્ષમાંથી સામૂહિક રાજીનામાં આપી દીધા છે. પક્ષની કામગીરીથી નારાજ થઈને એકસાથે ૩૬ જેટલા મોટા હોદ્દેદારોએ રાજીનામું ધરી દેતા કચ્છમાં આપનું આખું સંગઠન કડડભૂસ થઈ ગયું છે. 

પક્ષ છોડનારાઓમાં જિલ્લા પ્રમુખ ઉપરાંત લોકસભા ઇન્ચાર્જ, વિવિધ તાલુકા પ્રમુખો અને વિધાનસભા પ્રભારીઓનો સમાવેશ થાય છે.  સૂત્રોના જણાવ્યા અનુસાર, આમ આદમી પાર્ટીમાં ચાલી રહેલા આંતરિક જૂથવાદ અને ખેંચતાણથી કંટાળીને આ તમામ હોદ્દેદારોએ એકસાથે પક્ષને રામ-રામ કર્યા છે.

પશ્ચિમ કચ્છના AAPના પૂર્વ પ્રમુખ ઝુઝારદાન ગઢવીએ જણાવ્યું છે કે, પક્ષની અંદર લાંબા સમયથી ભારે જૂથવાદ ચાલી રહ્યો હતો. આનાથી કંટાળીને અને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ સુધારો ન થતાં, આખી ટીમે પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે. કચ્છ જેવા મોટા વિસ્તારમાંથી એકસાથે આટલા બધા હોદ્દેદારોનું પક્ષ છોડવું એ આમ આદમી પાર્ટી માટે બહુ મોટું નુકસાન છે. હવે આ નારાજ થયેલા નેતાઓ આગામી દિવસોમાં ભાજપમાં જશે કે કોંગ્રેસમાં જોડાશે તેના પર સૌની નજર રહેશે.

કોણે કોણે રાજીનામા આપ્યા

1. ઝુઝારદાન ગઢવી (પ્રમુખ, પશ્ચિમ કચ્છ જિલ્લા આપ)
2. ગાંગજીભાઈ મહેશ્વરી (કચ્છ લોકસભા ઇન્ચાર્જ)
3. પરીક્ષિતભાઈ બીજલાણી (જિલ્લા સંગઠન મંત્રી)
4. મહાવીરસિંહ જાડેજા (અબડાસા તાલુકા પ્રમુખ)
5. રાજુભાઈ મોમાયા (અબડાસા તાલુકા ઉપપ્રમુખ)
6. રાજેન્દ્રસિંહ ગોહિલ (ભુજ વિધાનસભા પ્રભારી)
7. સિદ્દીકભાઈ શેર મહમદ જાત (લખપત તાલુકા પ્રમુખ)
8. અમૃતભાઈ સોમૈયા (લખપત તાલુકા મહામંત્રી)
9. વિજયભાઈ ગોસ્વામી (ભુજ શહેર પ્રમુખ)
10. ગજેન્દ્રસિંહ જાડેજા (જિલ્લા ઉપપ્રમુખ)
11. અબ્દુલ ગની સમા (મહામંત્રી, લઘુમતી સેલ)
12. જયેશભાઈ સોની (નખત્રાણા શહેર પ્રમુખ)
13, શિવજીભાઈ આહીર (ભુજ તાલુકા કિસાન સેલ પ્રમુખ)
14. હાસમભાઈ ખેર (પાનંધરો તા.પં. સીટ પ્રભારી)
15. રાણાજી આર. સોઢા (કપુરાસી તા.પં. સીટ પ્રભારી)
16. સલીમભાઈ કેર (છેર તા.પં. સીટ પ્રભારી)
17. અધરેમાન સંઘાર (અબડાસા સંગઠન મંત્રી)
18. ભરતભાઈ જોગુ (લખપત તાલુકા ઉપપ્રમુખ)
19. લખપત તાલુકા મંત્રી
(તેમજ અન્ય તમામ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ)