Wed May 06 2026

Logo

અમદાવાદના વસ્ત્રાપુરમાં દૂધનાં આખાં ક્રેટ ઉપાડી જતો વેજલપુરનો મુસ્લિમ ઝડપાયો

2026-05-06 12:42:00
Author: Mayur Patel
Article Image

અમદાવાદઃ અમદાવાદના વસ્ત્રાપુરમાં દૂધનાં આખાં ક્રેટ ઉપાડી જતો વેજલપુરનો મુસ્લિમ ઝડપાયો હતો.  39 વર્ષીય શખસની ધરપકડની સાથે જ શહેરના અલગ-અલગ વિસ્તારોમાં નોંધાયેલા ચોરીના અન્ય બે કેસ પણ ઉકેલાયા હતા. વેજલપુરમાં રહેતા આરોપી મોહમ્મદ અમીન શેખને વસ્ત્રાપુર પોલીસે CCTV ફૂટેજના આધારે ઝડપી પાડ્યો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી વહેલી સવારે ચોરીના રિક્ષાનો ઉપયોગ કરીને દૂધના વિક્રેતાઓને નિશાન બનાવતો હતો. તે પરોઢિયે દૂધના પાર્લર પર પહોંચતો અને ત્યાં પડેલા દૂધના ક્રેટ ચોરીને ફરાર થઈ જતો હતો. તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે તેણે સોલા વિસ્તારમાંથી એક રિક્ષા અને સરખેજમાંથી પાણીના90 જગની પણ ચોરી કરી હતી. આ ત્રણેય ગુનાઓનો ભેદ પણ ઉકેલાઈ ગયો હતો.

ઘટના કેવી રીતે પ્રકાશમાં આવી?

વસ્ત્રાપુરમાં એન.એફ.ડી. (NFD) સર્કલ પાસે અમૂલ દૂધ વેચતા ચાણક્યપુરીના રહેવાસી રમેશભાઈ પટેલે ફરિયાદ નોંધાવી હતી. 28 એપ્રિલના રોજ વહેલી સવારે 5 વાગ્યે દૂધના 18 ક્રેટની ડિલિવરી આવી હતી, પરંતુ બાદમાં ચેક કરતા માત્ર ૧૫ ક્રેટ જ જોવા મળ્યા હતા, જેનાથી ચોરીની શંકા ગઈ હતી. બીજા દિવસે પણ અન્ય એક વિક્રેતા સાથે આવી જ ઘટના બની હતી. સીસીટીવી ફૂટેજમાં એક શખ્સ રિક્ષામાં આવીને દૂધના ક્રેટની ચોરતો દેખાયો હતો, જેના આધારે પોલીસે આરોપીની ઓળખ કરી તેની ધરપકડ કરી હતી.

પૂછપરછ દરમિયાન શેખે કબૂલાત કરી હતી કે તે ચોરેલું દૂધ સ્થાનિક પ્રોસેસિંગ યુનિટને ઓછા ભાવે વેચી દેતો હતો. આરોપી વિરુદ્ધ ભૂતકાળમાં 18 જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા હોવાનો પોલીસે ખુલાસો કર્યો હતો.