નિધિ ભટ્ટ
આજે આપણે એવી એક ફિલ્મ વિશે વાત કરીશું, જે સુપરહિટ થઈ હતી, જ્યારે તેનાં ગીતો પણ લોકપ્રિય બન્યા હતાં. આ સુપરહિટ ફિલ્મના ગીતની વાત કરીએ કે જેમાંથી એક ગીત અતિ લોકપ્રિય બન્યું હતું, પરંતુ શું તમને જાણીને આશ્ચર્ય થશે કે આ લોકપ્રિય ગીતમાં લગભગ 80 ફિલ્મનાં નામો આવે છે?

બોલિવૂડમાં ઘણી એવી ફિલ્મો છે જે વર્ષો સુધી લોકોને યાદ રહે અને લોકોનાં દિલો પર રાજ પણ કર્યું છે. ભલે રિલીઝ વખતે બોક્સ ઓફિસ પર કઈ ઉકાળી શકી ન હોય પરંતુ બાદમાં સુપરહિટ સાબિત થઇ હોય, પરંતુ આજે અમે તમને એક એવી સુપરહિટ ફિલ્મ વિષે જણાવી રહ્યા છીએ જેનાં ગીતો ખૂબ પ્રખ્યાત થયાં હતાં. એના એક આઇકોનિક ગીત માટે તો 80 ફિલ્મનાં નામો આવતા હતા. તો ચાલો જાણીએ તે ફિલ્મ અને ગીત વિષે.
આપણે વાત કરી રહ્યા છીએ 1981માં આવેલી ફિલ્મ ‘એક દુજે કે લિયે’નું હિટ ગીત ‘મેરે જીવન સાથી’ની. આજે પણ આ ગીતને લોકો પસંદ કરે છે. આ ગીતમાં કમલ હાસન અને રતિ અગ્નિહોત્રી હતાં.
તમને જાણીને નવાઈ લાગશે કે આ ગીતમાં એક બે નહીં, પરંતુ 80 ફિલ્મના નામ છુપાયેલા છે. એટલું જ નહીં આ આખું ગીત બોલિવૂડ હિટ ફિલ્મોના નામને લઈને બનાવવામાં આવ્યું છે. આ ગીત આનંદ બક્ષીએ લખ્યું હતું.
આ ગીતમાં ‘હરે રામા હરે કૃષ્ણા’, ‘ખુબસુરત’, ‘આવારા’, ‘જોની મેરા નામ’, ‘જિદ્દી પડોસન’, ‘રામ ઓર શ્યામ’, ‘સત્યમ શિવમ સુન્દરમ’, ‘દીવાનામસ્તાના’, ‘મેરે હમસફર’, ‘યે રાસ્તે હૈ પ્યાર કે’, ‘ચાર સૌ બીસ’, ‘દિલ તો હે’, ‘બેશરમ’, ‘જવાની દીવાની’, ‘લોફર’ જેવી ફિલ્મોના નામોનો સમાવેશ છે.
ફિલ્મ કમલ હાસનની સાથે રતિ અગ્નિહોત્રી, માધવી, સુનિલ થાપા, રજા મુરાદ અને અથિલિ લક્ષ્મી મુખ્ય ભૂમિકામાં હતા. ફિલ્મનું મ્યુઝિક લક્ષ્મીકાંત પ્યારેલાલે આપ્યું હતું.