Fri Sep 11 2026

Logo

બેંગકોકથી 6.5 કરોડનો હાઇબ્રીડ ગાંજો લઈને આવેલો પેસેન્જર અમદાવાદ એરપોર્ટથી ઝડપાયો

2026-05-17 14:22:00
Author: Mumbai Samachar Team
બેંગકોકથી 6.5 કરોડનો હાઇબ્રીડ ગાંજો લઈને આવેલો પેસેન્જર અમદાવાદ એરપોર્ટથી ઝડપાયો

અમદાવાદઃ અમદાવાદના ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર બેંગકોક થી થાઈ એરલાઇન્સની ફ્લાઈટમાં અમદાવાદ આવેલા નદીમ નામના પેસેન્જર પાસેથી 6.540 કિલોગ્રામ હાઈ બ્રીડ ગાંજો મળી આવતા તેની એનડીપીએસ એક હેઠળ ધરપકડ કરવામાં આવી છે આ ગાંજાની ઇન્ટરનેશનલ માર્કેટ વેલ્યુ છ કરોડ પાંચ લાખ થવા જાય છે 

કસ્ટમરના ટોચના સૂત્રોએ જણાવ્યું કે છત્તીસગઢના રાયપુરનો રહેવાસી નદીમ દિલ્હીથી બેંગકોક ગયો હતો અને ત્યાંથી તેની ટ્રોલી બેગની અંદર ગાંજો છુપાવીને લાવી રહ્યો છે તેવી માહિતી કસ્ટમને મળી હતી અને પેસેન્જર પ્રથમ વખત ફોરેનની ટ્રીપ મારીને અમદાવાદ આવી રહ્યો છે જેના આધારે કસ્ટમ વિભાગ એ પેસેન્જર ઉપર વોચ રાખી હતી તે દરમિયાન થાઈ એરલાઇન્સની ફ્લાઈટમાં પેસેન્જર આવતા કન્વેયર બેલ્ટ ઉપર તેની ટ્રોલી બેગ ફરતી કસ્ટમ ના અધિકારીઓએ જોઈ હતી પરંતુ પેસેન્જર તેને લેતો ન હતો આખરે તેણે ટ્રોલી બેગ હાથમાં લીધી હતી પરંતુ ટ્રોલી બેગની બંને બાજુ ક્રોસનું નિશાન લગાવેલું હતું