Tue Jul 21 2026

Logo

ભારતની સંસદની સુરક્ષામાં છે તૈનાત 3300 જવાનો, જાણો  વિગતે

2026-07-20 20:19:00
Author: Chandrakant Kanoja
Article Image

ANI


નવી દિલ્હી: દિલ્હીના જંતર મંતર પર પ્રદર્શન કરી રહેલી કોકરોચ જનતા પાર્ટીની સંસદ કૂચ દરમિયાન સંસદની સુરક્ષા વ્યવસ્થા ચર્ચામાં આવી હતી.જેમાં આ માર્ચ સંસદ સુધી પહોંચે ત્યાં સુધી  સંસદના મુખ્ય દરવાજા તાકીદે બંધ કરી દેવામાં આવ્યા હતા. તેમજ સુરક્ષા માટે જવાબદાર ક્વિક રિસ્પોન્સ ટીમે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી હતી. ત્યારે આવો જાણીએ સંસદની સમગ્ર સુરક્ષા વ્યવસ્થા શું છે. 

2001માં થયેલા આતંકી હુમલા બાદ સુરક્ષા વ્યવસ્થા મજબૂત 

દેશની સંસદ પર વર્ષ 2001માં થયેલા આતંકી હુમલા બાદ સુરક્ષા હવે પહેલા કરતાં વધુ આધુનિક અને મજબૂત બનીછે. જેમાં હવે  હાઇ-ટેક સર્વેલન્સ સિસ્ટમ્સ, બાયોમેટ્રિક એન્ટ્રી, સીસીટીવી નેટવર્ક્સ, ફાયર બ્રિગેડ અને ક્વિક રિસ્પોન્સ ટીમનો સમાવેશ થાય છે. તેમજ  સંસદીય સત્રો દરમિયાન સુરક્ષા વધુ કડક બનાવવામાં આવે છે.

3,300 સીઆઇએસએફ કર્મચારીઓ તૈનાત

આ ઉપરાંત સમગ્ર સંસદ સંકુલને સુરક્ષિત રાખવા માટે આશરે 3,300 સીઆઇએસ એફ કર્મચારીઓ તૈનાત છે. તેમજ ઇમરજન્સીમાં ક્વિક રિસ્પોન્સ ટીમ તાત્કાલિક કાર્યવાહી કરે છે. ફાયર બ્રિગેડ અને આપત્તિ રાહત ટીમો પણ સંસદ સંકુલની અંદર હંમેશા હાજર રહે છે.

વધારાના દળો તૈનાત કરવામાં આવે છે 

જ્યારે સંસદ સત્રો અને મોટા વિરોધ પ્રદર્શનો દરમિયાન સુરક્ષામાં નોંધપાત્ર વધારો કરવામાં આવે છે. જંતર-મંતર પર અથવા આસપાસના વિસ્તારોમાં મોટા વિરોધ પ્રદર્શનો દરમિયાન કોઈપણ પરિસ્થિતિને રોકવા માટે વધારાના દળો તૈનાત કરવામાં આવે છે. 

સંસદ સંકુલની સુરક્ષાની પ્રાથમિક જવાબદારી સીઆઈએસએફની 

કેન્દ્રીય ગૃહ મંત્રાલય હેઠળ કાર્યરત સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ (CISF) પાસે સંસદ સંકુલની સુરક્ષાની પ્રાથમિક જવાબદારી  છે. જેમાં કમાન્ડો, ફાયર બ્રિગેડ , આપત્તિ રાહત ટીમો અને ખાસ પ્રતિભાવ એકમો સહિત વિવિધ શિફ્ટમાં લગભગ 3,300 સુરક્ષા કર્મચારીઓ તૈનાત છે. 

સંસદ સુરક્ષા સેવા પાસે સંસદ  સંકુલને સુરક્ષિત રાખવાની  જવાબદારી

રાજ્યસભા સચિવાલયની સંસદ સુરક્ષા સેવા (PSS) સંસદ ભવનના સંકુલને સુરક્ષિત રાખવાની મહત્વપૂર્ણ જવાબદારી સંભાળે છે. રાજ્યસભા સચિવાલયના નિયામક (સુરક્ષા) અને વિશેષ નિયામક (સુરક્ષા) રાજ્યસભા ઝોન માટે સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કરે છે. આ દરમિયાન લોકસભા સચિવાલયના સંયુક્ત સચિવ (સુરક્ષા) સંસદ સંકુલની એકંદર સુરક્ષા વ્યવસ્થાનું સંકલન અને સંચાલન કરવા માટે જવાબદાર છે.

સંસદ સુરક્ષા સેવા સંસદની પોતાની આંતરિક સુરક્ષા એજન્સી

તેમના નેતૃત્વ હેઠળ સંસદ સુરક્ષા સેવા, દિલ્હી પોલીસ, સંસદ ફરજ જૂથ (PDG) અને અન્ય સુરક્ષા એજન્સીઓ સંસદની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સાથે મળીને કામ કરે છે. સંસદ સુરક્ષા સેવા સંસદની પોતાની આંતરિક સુરક્ષા એજન્સી છે.

હાજર લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનું 

તેનું પ્રાથમિક કાર્ય સાંસદો, વીઆઇપી અને સંસદ ભવનની અંદરની તમામ ઇમારતો અને ત્યાં હાજર લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનું છે. આ એજન્સી સંસદ સંકુલમાં પ્રવેશતા દરેક વ્યક્તિ, વાહન અને વસ્તુની તપાસ, ઓળખ અને  પ્રવેશ નિયંત્રણ માટે જવાબદાર છે.

અધિકૃત વ્યક્તિઓ અને વાહનોને જ પરિસરમાં પ્રવેશ 

સુરક્ષા દળો દ્વારા અધિકૃત વ્યક્તિઓ અને વાહનોને જ પરિસરમાં પ્રવેશ આપવામાં આવે છે. સંસદની સુરક્ષા સંભાળવા માટે આશરે 3,300 કર્મચારીઓ તૈનાત છે. આ દળમાં ફક્ત સામાન્ય સુરક્ષા કર્મચારીઓ જ નહીં પરંતુ પ્રશિક્ષિત કમાન્ડો, બોમ્બ ડિસ્પોઝેબલ ટીમ, ડોગ સ્ક્વોડ અને ટેકનિકલ સર્વેલન્સ ટીમનો પણ સમાવેશ થાય છે.