Tue Aug 18 2026

Logo

હેલ્થને હેમખેમ રાખોઃ નાની બીમારી પજવે ત્યારે તંદુરસ્તી રાખો તમારા હાથમાં

2026-08-11 10:14:00
Author: Mita Bawisi
Article Image

મિતા બાવીસી

શીતળા
*શીતળાનો રોગચાળો ચાલતો હોય ત્યારે આમલીનાં પાન અને હળદર ઠંડા પાણીમાં પીવાથી શીતળા નીકળવાનો ભય રહેતો નથી.
*હળદર અને કાથાનું બારીક ચૂર્ણ શીતળાના જામી ગયેલા ઘા પર ભભરાવવાથી ફાયદો થાય છે.
*ધાણા અને જીરું રાત્રે પલાળી રાખી, સવારે મસળી, ગાળી, તેમાં સાકર નાખી ચાર-પાંચ દિવસ પીવાથી શીતળા પછીની થયેલી ગરમી નીકળી જાય છે.
*શીતળા નીકળે ત્યારે સોપારીનો બારીક ભૂકો પાણી સાથે પીવાથી શીતળાનું ઝેર સહેલાઈથી નીકળી જાય છે અને વેદના ઓછી થાય છે.

હરસ  મસા
તલ વાટી માખણમાં પીવાથી હરસ મસા મટે છે.
સૂંઠનું ચૂર્ણ છાશમાં નાખીને પીવાથી હરસ  મસા મટે છે.
સવારે નરણે કોઠે મૂઠી જેટલા કાળા તલ થોડી સાકર સાથે ખૂબ ચાવીને ખાવાથી મસામાંથી પડતું લોહી બંધ થાય છે.
સૂકા હરસ થયા હોય તો છાશમાં ગોળ નાખીને અને લોહી પડતા મસા હોય તો છાશમાં ઇન્દ્રજવ નાખીને પીવાથી હરસ મસા મટે છે.

મીઠા લીમડાનું ચૂર્ણ મધ સાથે લેવાથી હરસ મસા મટે છે.
મીઠા લીમડાનાં પાનને પાણી સાથે ગાળી પીવાથી હરસ મસા મટે છે.
ઘીમાં સૂરણ તળીને ખાવાથી હરસ મસા મટે છે.
કળથીના લોટની પાતળી રાબ પીવાથી હરસ મસા મટે છે.
ધાણાને રાત્રે પલાળી રાખી, સવારે ખૂબ મસળીને, તે પાણી પીવાથી અથવા કોથમીરનો રસ પીવાથી મસામાંથી પડતું લોહી બંધ થાય છે.

એક ચમચી કારેલાના રસમાં સાકર મેળવીને પીવાથી હરસ મસા મટે છે.
ધાણા અને સાકરનો ઉકાળો પીવાથી મસામાંથી પડતું લોહી બંધ થાય છે.
ગરમાગરમ શેકેલા ચણા ખાવાથી મસામાંથી પડતું લોહી બંધ થાય છે.
કાંદાના નાના ટુકડા કરી તડકામાં સૂકવી, તેમાંથી એક રૂપિયાભાર જેટલા ઘીમાં તળી તેમાં થોડા કાળા તલ અને સાકરનું ચૂર્ણ નાખી સવારે ખાવાથી મસા મટે છે.

જીરાને વાટી અને તેની લૂગદી કરી બાંધવાથી મસામાંથી પડતું લોહી બંધ થાય છે અને બહાર નીકળેલા અને ખૂબ દુ:ખતા મસા અંદર જાય છે.
ચોખ્ખી હળદરનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી પાણી સાથે રાત્રે સૂતી વખતે લેવાથી મસા મટે છે.
મસૂરના દાળ, રોટલી ને છાશ રોજ ખાવાં તેમજ દાળમાં ઘી અથવા માખણ નાખી ખાવાથી તેમજ મરચું અને ગરમાગરમ મસાલા વગરનું ખાવાથી દૂઝતા મસા મટે છે.
કોકમનાં ફૂલનું ચૂર્ણ દહીંની મલાઈ સાથે મેળવી, જરાક ગરમ કરી દિવસમાં ત્રણ વાર ખાવાથી હરસમાં પડતું લોહી બંધ થાય છે.

જીરાને શેકીને તેમાં સરખે ભેગે કાળા મરી તથા સિંધવ મેળવીને ચૂર્ણ બનાવી જમ્યા પછી છાશ સાથે લેવાથી હરસ મસા મટે છે.
સૂંઠ, જીરું અને સિંધવનું ચૂર્ણ દહીંના મઠામાં મેળવી, જમ્યા પછી લેવાથી હરસ મસા મટે છે.
જુવારની કાંજી રોજ સવારે પીવાથી હરસ મસા મટે છે.
ગરમ દૂધ સાથે 1-2 ચમચી દિવેલ પીવાથી હરસની પીડા મટે છે અને ગુદા પર થતા ચીરા પણ મટે છે.

કોકમની ચટણી દહીંની મલાઈ સાથે ખાવાથી દૂઝતા હરસ મટે છે.
હળદરનો ગાંઠિયો તુવેરની દાળમાં બાફી, છાંયડે સૂકવી, ગાયના ઘીમાં પીસી, હરસ  મસા પર લેપ લગાડવાથી હરસ મસા નરમ પડી તરત જ સણકા બંધ થાય છે.
મસા ઉપર કેરોસીન ચોપડવાથી મસા સૂકાઈ જાય છે.
જંગલી  સૂરણના નાના ટુકડા કરી, તડકે, સૂકવી, તેને ખાંડી ચૂર્ણ બનાવીને 1-1 ચમચી દિવસમાં ત્રણ વાર પાણી સાથે લેવાથી હરસ મટે છે.
ફીશર (ગુદા માર્ગમાં વાઢિયા) થયું હોય તો સવારનો પહેલો પેશાબ થોડો જવા દઇ બાકીનો એક વાસણમાં લેવો, જેટલો પેસાબ હોય તેટલું પાણી ઉમેરી દિવસમાં વાર પિચકારી વડે ગુદા માર્ગેથી પેશાબ ચઢાવવો અને દશેક મિનિટ ઊંધા સૂઇ રહેવું. અઠવાડિયામાં ફિશર મટી જાય છે.

શીળસ

*કળથીની રાબ બનાવીને તેમાં ગોળ નાખી પીવાથી રાત્રે જુલાબ લેવાથી શીળસ મટે છે.
*રોજ સવારે નરણેકોઠે અજમો અને ગોળ ખાવાથી અને રાત્રે જુલાબ લેવાથી શીળસ મટે છે.
*8થી 10 કોકમ 100 ગ્રામ પાણીમાં 2-3 કલાક પલાળી તેમાં સાકર તથા થોડું જીરું નાખી દિવસમાં 2-3 વાર પીવાથી બે વાર પીવાથી કાઈ દવાથી ન મટતું શીળસ મટે છે.
*1 ગ્રામ મરીનું ચૂર્ણ ઘીમાં મેળવીને બે વાર ખાવાથી તથા શીળસ પર લેપ કરવાથી શીળસ મટે છે.
*1 ડોલ નવશેકા પાણીમાં 1થી 2 ચમચી ખાવાનો સોડા (સોડા  બાય કાર્બ) નાખી તે પાણીથી સ્નાન કરવાથી શીળસ મટે છે.
*પાવલીભાર અજમો લઇ વાટી તેટલા જ ગોળ સાથે સવારે નરણેકોઠે ગળી જવો. જરૂર પડે તો રાત્રે સૂતી વખતે પણ આમ કરવું. આ પ્રયોગથી શીળસ મટી જાય છે.