Thu Jun 18 2026

Logo

ઈરાન પર જમીન આક્રમણની તૈયારી! USS ત્રિપોલી સાથે હજારો મરીન્સ મધ્યપૂર્વ પહોંચ્યા

Washington DC   2026-03-29 10:31:00
Author: Savan Zalariya
Article Image

યુએસ ઈરાન પર ભૂમિ આક્રમણની તૈયારી રહ્યું છે, યુએસ મધ્યપૂર્વમાં લશ્કરી જમાવડો વધારી રહ્યું છે. યુએસ સેન્ટ્રલ કમાન્ડે જણાવ્યું છે કે યુએસએસ ત્રિપોલી શનિવારે મધ્ય પૂર્વમાં પહોંચ્યું હતું, જેના પર સવાર 3,500 મરીન્સ અને સેલર્સ મધ્યપૂર્વની જમીન પર ઉતર્યા છે. છેલ્લા 20 વર્ષમાં મધ્ય પૂર્વમાં યુએસ સૌનિકોનો આ સૌથી મોટો જમાવડો છે..

યુએસ સેન્ટ્રલ કમાન્ડે X પરની એક પોસ્ટ કરીને જણાવ્યું, "યુએસએસ ત્રિપોલી (LHA 7) પર સવાર યુ.એસ. સેલર્સ અને મરીન 27 માર્ચે યુ.એસ. સેન્ટ્રલ કમાન્ડના ક્ષેત્રમાં પહોંચ્યા હતાં."  

યુએસ સેન્ટ્રલ કમાન્ડે સોશિયલ મીડિયા પર કેટલાક ફોટો પણ શેર કર્યા છે, જેમાં યુએસ સૈનિકો હેલ્મેટ અને પ્રોટેક્ટિવ ગોગલ્સ પહેરેલા જોવા મળે છે. 


ટ્રમ્પની મંજુરીનો રાહ!
નોંધનીય છે કે મધ્ય પૂર્વમાં પહેલાથી જ 50,000 યુએસ સૈનિકો તૈનાત છે, હવે તેમાં 3,500 મરીન્સનો ઉમેરો થયો છે. યુએસએસ ત્રિપોલી પર સાથે મરીન સૈનિકો ઉપરાંત કેટલાક ફાઈટર જેટ્સ લઇને પણ પહોંચ્યું છે.

અહેવાલ મુજબ પેન્ટાગોને ઈરાન પર ભૂમિ આક્રમણ માટે યોજના તૈયાર કરી લીધી છે. યુએસ રાષ્ટ્રપતિ  ડોનાલ્ડ ટ્રમ્પે ભૂમિ આક્રમણને મંજુરી આપી દીધી છે કે નહીં તે હજુ સ્પષ્ટ નથી.

યુએસએસ ત્રિપોલી, પર F-35 સ્ટીલ્થ ફાઇટર જેટ અને ઓસ્પ્રે મોટા ટ્રાન્સપોર્ટ વિમાનોના સંચાલન માટે સક્ષમ છે. તે લગભગ બે અઠવાડિયા પહેલા જાપાનમાં તૈનાત હતું, ઓર્ડર મળતા જ તે મધ્યપૂર્વ તરફ રવાના થયું હતું. 

વધુ બે જહાજો મધ્યપૂર્વ તરફ રવાના:
યુએસએસ બોક્સર અને યુએસએસ સાન ડિએગો, ઉપરાંત યુએસ નેવીના અન્ય યુનિટ્સને મધ્યપૂર્વ તરફ મોકલવામાં આવી રહ્યા છે, આ જહાજો પહોંચતાની સાથે યુએસનો જમાવડો વધુ મજબુત થશે.