Thu Jun 18 2026

Logo

‘રેડીયેશન ગલ્ફ પ્રદેશનો નાશ કરશે’ ન્યુક્લિયર પ્લાન્ટ પર US-ઇઝરાયલના હુમલા બાદ ઈરાનની ચેતવણી

Tehran   2026-04-05 16:51:00
Author: Savan Zalariya
Article Image

તેહરાન: પશ્ચિમ એશિયામાં સંઘર્ષ વચ્ચે યુએસ-ઇઝરાયલે ઈરાનના બુશેહર પરમાણુ પાવર પ્લાન્ટને નિશાન બનાવીને હુમલા કાર્ય હતાં. ઈરાનના વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચીએ જણાવ્યું છે કે પરમાણુ પ્લાન્ટ માંથી રેડિયો એક્ટીવ લીક થઇ શકે છે, જેને કારણે ગંભીર માનવીય અને પર્યાવરણીય નુકશાન થઇ શકે છે. 

અબ્બાસ અરાઘચીએ યુએન સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસને પત્ર લખ્યો છે, તેમણે પત્રમાં જણાવ્યું, "આક્રમણકારો દ્વારા સક્રિય બુશેહર પરમાણુ પાવર પ્લાન્ટની નજીકમાં વારંવાર કરવામાં આવતા હુમલાઓ ખૂબ ચિંતાનો વિષય છે. સમગ્ર પ્રદેશમાં રેડિયો એક્ટીવ લીક થવાનું ગંભીર માનવીય અને પર્યાવરણીય  જોખમ ઉભું થયું છે."

અમેરિકા અને ઇઝરાયલ દ્વારા બુશેહર પરમાણુ પ્લાન્ટ પર ચાર વખત હુમલો કરવામાં આવ્યો છે. અબ્બાસ અરાઘચીએ જણાવ્યું કે 'રેડિયો એક્ટીવ વિકિરણો સમગ્ર ગલ્ફ વિસ્તારનેનો નાશ કરી શકે છે.'

X પર એક પોસ્ટ કરીને અબ્બાસ અરાઘચીએ "પશ્ચિમી દેશોના દંભ" પણ ખુલો પાડ્યો. તેમણે જણાવ્યું કે  યુક્રેનમાં ઝાપોરિઝ્ઝિયા પરમાણુ પાવર પ્લાન્ટ નજીક રશિયા દ્વારા હુમલો કરવામાં આવ્યો ત્યારે પશ્ચિમી દેશોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો.  

અબ્બાસ અરાઘચીએ કહ્યું કે બુશેહરનું બંદર શહેર તરીકેનું સ્થાન પડોશી આરબ દેશો માટે વધુ સંવેદનશીલ  છે અને રેડિયોએક્ટીવ માટે વધુ સંપર્કમાં આવશે.

ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી(IAEA)ના જણાવ્યા અનુસાર હુમલા બાદ સ્થળ પર રેડિયેશનના સ્તરમાં કોઈ વધારો થયો નથી. પરમાણુ સુવિધાઓ હુમલાઓથી રેડિયેશનના જોખમ નોંધપાત્ર વધરો થાય છે. IAEA ના ડિરેક્ટર જનરલ રાફેલ ગ્રોસીએ પરમાણુ સ્થળો પર હુમલા અંગે ગંભીર ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી.