Tue Sep 01 2026

Logo

UGC NETનુ રિઝલ્ટ આ સપ્તાહે થશે જાહેર, NTAએ Answer Keyને લઇને આપ્યું મોટું અપડેટ

2026-08-26 14:35:26
Author: Mumbai Samachar Team
UGC NETનુ રિઝલ્ટ આ સપ્તાહે થશે જાહેર, NTAએ Answer Keyને લઇને આપ્યું મોટું અપડેટ

UGC NET રિઝલ્ટનો ઇંતજાર સમાપ્ત થવાનો છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) તરફથી જણાવાયું કે રિઝલ્ટ અને ફાઇનલ આન્સર કી ક્યારે જાહેર થશે. સોશિયલ મીડિયા પર કરવામાં આવેલી પોસ્ટમાં એનટીએએ જણાવ્યું કે આ સપ્તાહે ઓફિશિયલ વેબસાઇટ પર યુજીસી નેટનું રિઝલ્ટ અને ફાઇનલ આંસર કી જારી કરી દેવામાં આવશે. છેલ્લા અંદાજે બે મહિનાથી અભ્યર્થી પોતાના રિઝલ્ટની રાહ જોઇ રહ્યા છે. આ  અગાઉ એનટીએએ અંદાજે 50 દિવસ બાદ પ્રોવિઝનલ  આંસર કી જારી કરી હતી. જેને લઇને વિવાદ પણ થયો હતો. 

એનટીએએ  શું કર્યું?

એનટીએ તરફથી એક્સ પર કરવામાં આવેલી પોસ્ટમાં લખવામાં આવ્યું છે,  યુજીસી નેટના 84 વિષયોના રિઝલ્ટ અને ફાઇનલ આંસર કી એનટીએની આધિકારીક વેબસાઇટ પર આ સપ્તાહે જાહેર  કરવામાં આવશે. ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તે આધિકારિક વેબસાઇટ્સ અને હેંડલ્સ પર જ ભરોસો કરો.

3 વિષયોની પરીક્ષા થઇ હતી રદ્દ

NTA (નેશનલ ટેસ્ટિંગ એજન્સી)એ પ્રોવિઝનલ આન્સર કી જારી કરવાની સાથે-સાથે એ પણ જણાવ્યું હતું કે યુજીસી નેટ (UGC NET)ના ત્રણ વિષયો - અંગ્રેજી, કોમર્સ અને સમાજશાસ્ત્ર (સોશિયોલોજી)ની પરીક્ષા રદ કરી દેવામાં આવી છે. તેના માટે તારીખોની જાહેરાત પણ કરવામાં આવી હતી.

પ્રશ્નોમાં અનેક પ્રકારની ગરબડો મળ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. અનેક પ્રકારની ટાઈપો અને વ્યાકરણની ભૂલો પછી એવો આરોપ લાગ્યો હતો કે એઆઈ (AI) દ્વારા પેપર તૈયાર કરવામાં આવ્યું હતું, જોકે NTAએ આ વાતનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો.

રિઝલ્ટ) કેવી રીતે ચેક કરવું?

- રિઝલ્ટ ચેક કરવા માટે સૌથી પહેલાં NTAની સત્તાવાર વેબસાઇટ ugcnet.nta.nic.in પર જાઓ.

- હોમપેજ પર દેખાઈ રહેલા UGC NET Result/Scorecard ની લિંક પર ક્લિક કરો.

- તમારો એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ (ડેટ ઓફ બર્થ) નાખીને લૉગ ઇન કરો.

- સિક્યોરિટી પિન અને કેપ્ચા નાખ્યા પછી સબમિટનું બટન દબાવો.

- તમારું રિઝલ્ટ સ્ક્રીન પર આવી જશે, જેને તમે અહીંથી ડાઉનલોડ પણ કરી શકો છો.