Mon Sep 07 2026

Logo

દિવાળી વેકેશન પહેલા ફ્લાઈટ મોંઘી થઈ, પરિવારોનો ટ્રેન તરફ વધ્યો ઝુકાવ વધ્યો

2026-09-01 08:15:00
Author: Mumbai Samachar Team
દિવાળી વેકેશન પહેલા ફ્લાઈટ મોંઘી થઈ, પરિવારોનો ટ્રેન તરફ વધ્યો ઝુકાવ વધ્યો

Ai Image


અમદાવાદઃ દિવાળીના વેકેશનમાં ફરવા જવાનો પ્લાન હોય તો આ વખતે વિમાનનું ભાડું મોંઘુ પડી શકે એમ છે. વેકેશન, સિક્યોરિટી અને સર્વિસ ચાર્જના કારણે વિમાનના ભાડમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. ખાસ કરીને લાંબા અંતરની ફ્લાઈટ અને ક્નેક્ટિંગ ફ્લાઈટના કિસ્સામાં વેઈટિંગ પિરિયડ વધારે થતો હોવાથી વિમાન પ્રવાસ મોંઘો બની રહ્યો છે. દિવાળીમાં ફરવાના શોખીન લોકો દિવાળીને બેથી ત્રણ મહિના પહેલા બુકિંગ કરાવી લેતા હોય છે. ફ્લાઈટના ભાડા સાથે રેલવેમાં પણ બુકિંગ શરૂ થઈ ગયા છે. ખાસ કરીને શતાબ્દી, દુરન્તો, વંદેભારત, યોગક્રાંતિ એક્સપ્રેસ, તેજસ જેવી પ્રીમિયમ ગણાતી ટ્રેનમાં બુકિંગ શરૂ થઈ ગયા છે. 

બદલાઈ રહી છે લોકોની પસંદગી
પ્રવાસ સાથે જોડાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર એરપોર્ટ પર 3 કલાક પહેલા પહોંચવાનો સમય, સિક્યોરિટી ચેકિંગ અને બીજા કલાકને જોડતા એક ફ્લાઈટ સાથે પેસેન્જરને જોડાવવાનો સમય 9થી 12 કલાક સુધીનો થઈ જાય છે. આ જ સમયને રેલવેની સાથે તુલના કરવામાં આવે તો સામાન્ય રીતે લોકો ટ્રેન ઉપડવાના એક કલાક પહેલા પહોંચી જતા હોય છે. આ કારણોસર આ સમય બેથી અઢી કલાકનો થાય છે. આ ઉપરાંત હવે ટિકિટ બુકિંગ વખતે જ લંચ, બ્રેકફાસ્ટ અને ડિનર માટેની સુવિધા મળતી હોવાથી ભોજન માટેનો કોઈ અલગ ચાર્જ આપવો પડતો નથી. જ્યારે વિમાનમાં આ માટે અલગથી પૈસા હોય છે. આ ઉપરાંત હવે રેલવેમાં પણ લાંબા અંતરની ટ્રેન સરળતાથી પ્રાપ્ય થતા લોકો વિમાન કરતા રેલવેની સેવાને પસંદ વધારે કરી રહ્યા છે. આ ઉપરાંત, ટુ ટાયર, થ્રી ટાયર અને સ્લીપર જેવી સુવિધા માટે પણ બુકિંગ મળી રહેતા લોકોની પહેલી પસંદ રેલવે બની રહી છે. 

આ રીતે સમજો ટ્રેનભાડાની ગણતરી
નોર્થ ઈસ્ટ સાથે અમદાવાદ શહેરની ફ્લાઈટ ક્નેક્ટિવિટી છે. અમદાવાદથી બાગડોગરા ફ્લાઈટનું ભાડું આશરે ₹29,785 છે. ચાર વ્યક્તિદીઠ આ ભાવે ગણતરી કરવામાં આવે તો રકમ ₹1,19,140 સુધી પહોંચી જાય. આ પ્રવાસને ટ્રેન દ્વારા કરવામાં આવે તો અમદાવાદથી રાજધાની એક્સપ્રેસનું ભાડું ₹5494 થાય છે. આ થ્રી ટાયર એસીનો ભાવ છે. ચાર વ્યક્તિદીઠ ગણતરી કરવામાં આવે તો ₹21,980 સુધી રકમ પહોંચે. જે વિમાનના ભાડા કરતા ઓછી છે અને પરવડે એમ છે. એક પરિવારને ₹97,160 રૂપિયાની બચત થાય એમ છે.

અમદાવાદથી કાશ્મીરની ટ્રીપ ટ્રેન દ્વારા કરવામાં આવે તો રીટર્ન ટિકિટ સાથે આ ભાડું ₹97,016 સુધી પહોંચે જે વિમાનની ટિકિટમાં વધી જાય એમ છે. આ ઉપરાંત શ્રીનગર સુધી હવે વંદેભારતની ક્નેક્ટિવિટી મળી રહી છે. વિમાનની તુલનામાં ટ્રેન સસ્તી પડે છે.  આ જ ગણતરી સાથે આગામી દિવસોમાં વિમાન કરતા ટ્રેનના બુકિંગમાં વધારો થાય એવી પૂરી શક્યતાઓ સેવાઈ રહી છે. બીજી તરફ ટ્રેનમાં હવે સારી સુવિધા અને સીટ મળી રહેતી હોવાના કારણે પરિવારો એડવાન્સ બુકિંગથી લાંબા અંતરની ટ્રિપ પ્લાન કરી રહ્યા છે. 

પહેલી પસંદમાં થયો ફેરફાર
પ્રવાસન સાથે જોડાયેલા સૂત્રો ત્યાં સુધી કહે છે કે, લાંબા અંતરની મુસાફરી માટે અનેક એવા પરિવારો હવે પોતાની ટ્રિપમાં બેથી દિવસ વધારો કરીને ચાલે છે. પ્રવાસનો એક દિવસ અને બાકીનો એક દિવસ એમ કાઢતા પ્રવાસ સમય વ્યવસ્થિત રહે એવું વિચારે છે. ડેસ્ટિનેશન પર પહોંચ્યા બાદ એકાદ દિવસ હરવા-ફરવા માટે પૂરતો રહે એવું વિચારીને ચાલનારા પરિવારો પણ છે. આ વખતે અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો આ વખતે હરિદ્વાર, અયોધ્યા, વારાણસી, નોર્થમાં શ્રીનગર, લદ્દાખ, હિમાચલમાં શિમલા-મનાલી, દિલ્હી હોટફેવરીટ છે. જ્યારે પાડોશી રાજ્ય રાજસ્થાનની વાત કરવામાં આવે તો જયપુર, જોધપુર, ઉદયપુર, જેસલમેર, સેન્ટ્રલ ઈન્ડિયામાં ઈન્દૌર, ઉજ્જૈન, જબલપુર-ભેડાઘાટ, મહેશ્વર જેવા ડેસ્ટિનેશન પર આ વખતે પૂછપરછ વધી છે. ખાસ કરીને ટ્રેનની ડાયરેક્ટ ક્નેક્ટિવિટી હોય એવા ડેસ્ટિનેશન લોકોની પહેલી પસંદ બની રહ્યા છે.