Sun Jun 14 2026

Logo

TMC ના બાગી સાંસદો Nationalist Citizen Partyમાં જોડાશે, વિલય બાદ NDAને ટેકો આપશે

2026-06-14 20:24:12
Author: Vimal Prajapati
Article Image

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં મળેલી હાર બાદ, ટીએમસીના સંસદીય પક્ષમાં મતભેદ ઉભરી આવ્યા છે. બળવાખોર સાંસદો લોકસભા સ્પીકરને મળવા ગયા છે. દરમિયાન, સૂત્રો દ્વારા જાણકારી મળી છે કે,  ટીએમસીના બળવાખોર જૂથે Nationalist Citizen Partyમાં ભળી જવાનો નિર્ણય લીધો છે. Nationalist Citizen Partyમાં જોડાયા બાદ ટીએમસીના આ બાગી સાંસદો એનડીએને સમર્થન આપશે તેવું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

ટીએમસી સંસદીય પક્ષ વિભાજન, મમતાને ફટકો

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ, ટીએમસી સંસદીય પક્ષ વિભાજન થઈ ગયું છે, તેવું લાગી રહ્યું છે. આજે કેન્દ્રીય પ્રધાન ભૂપેન્દ્ર યાદવના નવી દિલ્હી સ્થિત નિવાસસ્થાને ટીએમસીના બાગી સાંસદોની એક બેઠક યોજાઈ હતી. આ બેઠક બાદ કાકોલી ઘોષ, સુદીપ બંદોપાધ્યાય અને શતાબ્દી રોયની આગેવાની હેઠળ આ બાગી સાંસદોનું એક જૂથ લોકસભા અધ્યક્ષને મળવા ગયું હતું. સૂત્રોના જણાવ્યાં પ્રમાણે ટીએમસીના બાકી સાંસદ જૂથે Nationalist Citizen Partyમાં ભળી જવાનો નિર્ણય લીધો છે. આ પક્ષ આસામ, ત્રિપુરા, બંગાળ અને ઉત્તરપૂર્વીય રાજ્યોમાં સારી એવી પકડ ધરાવે છે.

બાકી સાંસદો NCPમાં જોડાયા બાદ એનડીએને ટેકો આપશેઃ સૂત્રો

મહત્વની વાત એ છે કે, ટીએમસીના આ બાગી સાંસદો Nationalist Citizen Partyમાં ભળી જવા અને એનડીએને ટેકો આપવાનો ઇરાદો ધરાવે છે. નોંધનીય છે કે કાકોલી ઘોષ દસ્તીદારે અગાઉ 19 સાંસદો દ્વારા સહી કરાયેલ પત્ર લોકસભા અધ્યક્ષને સુપરત કર્યો હતો. તે પત્રમાં અલગ ટીએમસી જૂથ બનાવવાનો દાવો કરવામાં આવ્યો હતો અને એનડીએને ટેકો આપવાની વાત કરી હતી. તે મામલે આજે ભૂપેન્દ્ર યાદવના નિવાસસ્થાને બાગી સાંસદોએ બીજી બેઠક યોજી હતી. આ બેઠકમાં સાંસદ નિશિકાંત દુબે પણ હાજર હતા.

આ મામલે ટીએમસી સાંસદ સાગરિકા ઘોષે જણાવ્યું કહ્યું કે, ‘અમે સ્પીકરને એક પત્ર સુપરત કર્યો છે જે લોકો આ રીતે ટીએમસીને તોડીને લોકસભામાં એક અલગ બ્લોક બનાવવા માંગે છે. આ સંપૂર્ણપણે બંધારણની વિરુદ્ધ છે; બંધારણ આને બિલકુલ મંજૂરી આપતું નથી. તે કાયદાની વિરુદ્ધ છે’.