નાશિક: સૉફ્ટવેર કંપની ટીસીએસના નાશિક યુનિટમાં ધર્માંતર અને કથિત જાતીય શોષણના કેસમાં ધરપકડના બે મહિના પછી ટીસીએસની કર્મચારી નિદા ખાનને નાશિકની સેશન્સ કોર્ટે જામીન આપ્યા હતા.
એડિશનલ સેશન્સ જજ કે. જી. જોશીએ નિદા ખાનના જામીન મંજૂર કર્યા હતા, પરંતુ સહઆરોપી દાનિશ શેખને આવી રાહત આપવાનો ઇનકાર કર્યો હતો.નિદા ગર્ભવતી હોવાના આધાર પર તેના વકીલ રાહુલ કાસલીવાલે જામીન અરજી કરી હતી.
સરકારી વકીલ વિજય ગાયકવાડ અને પીડિતાઓના વકીલ મિલિંદ કુરકુટે અને નીતિન પંડિતે નિદા અને દાનિશ શેખની જામીન અરજીનો વિરોધ કર્યો હતો.વકીલોએ દલીલ કરી હતી કે કેસની તપાસ દરમિયાન જાતીય હુમલા અને ધર્માંતરને લગતા પુરાવા સામે આવ્યા હતા.
ફરિયાદ પક્ષે રજૂઆત કરી હતી કે શેખે સાથી કર્મચારીએવી પીડિતાને ધર્માંતરના ઇરાદે ઈસ્લામિક પુસ્તક અને બુરખો આપ્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે પીડિતા શિડ્યુલ કાસ્ટની છે તેની જાણ હોવા છતાં આરોપીએ તેના ધર્માંતરનો પ્રયાસ કર્યો હતો. (પીટીઆઈ)