Wed Jun 17 2026

Logo

માર્કેટમાં તેજીની આગેકૂચ, સેન્સેક્સ 271 પોઇન્ટ વધી ખુલ્યો, નિફ્ટી 24,000ની ઉપર

2026-06-17 10:07:00
Author: mumbai samachar team
Article Image

સપ્તાહની શરૂઆતથી જ શેર બજારમાં સતત તેજીની આગેકૂચ જોવા મળી છે. બુધવારે પણ બજાર લીલા નિશાન સાથે ખુલ્યું હતું જો કે ત્યાર બાદ તેમાં ઉતાર-ચઢાવની સાથે સપાટ કારોબાર જોવા મળ્યો. સેન્સેક્સ ગઇકાલના બંધથી 271 પોઇન્ટ વધી 77000ની ઉપર ખુલ્યો છે. તો નિફ્ટી 55 પોઇન્ટના વધારા સાથે 24,044ની સપાટીએ ખુલ્યો છે. નિફ્ટી મંગળવારના સેશનમાં 23,989.15ની સપાટીએ બંધ રહ્યો હતો. માર્કેટમાં ડિક્સોન, ટ્રેન્ટ, વિપ્રોમાં શરૂઆતી તેજી જોવા મળી છે. બ્રેન્ટ ક્રૂડ પણ ઘટીને 78 ડોલરની સપાટીએ પહોંચ્યું છે. 

માર્કેટના ટોપ ગેઇનર્સ

બુધવારે શેરબજારમાં વધનારા શેરો પર નજર કરીએ તો આઇટી સેક્ટર ટ્રેન્ડિંગમાં જોવા મળ્યું. ટેક મહિન્દ્રા, ઇન્ફોસિસ, ટીસીએસ, ન્યુજેન સોફ્ટવેર જેવા શેરોમાં 6 ટકા સુધીની તેજી જોવા મળી. ઉપરાંત કારટ્રેડ ટેક્નોલોજી, બ્રિગેડ એન્ટરટેઇન્મેન્ટ, ફાઇવસ્ટાર બિઝનેસ, આઇડીબીઆઇ બેંક, સીઇ ઇન્ફોસિસ્ટમ, પાઇન લેબ, ડિક્સોન ટેક્નોલોજીમાં લેવાલીનો માહોલ જોવા મળ્યો. આ તમામ શેરોમાં સાડાચાર ટકાથી સાડા સાત ટકા સુધીનો વધારો જોવા મળ્યો.  

માર્કેટના ટોપ લૂઝર્સ

નિફ્ટીમાં ઘટનારા શેરો પર નજર કરીએ તો ઓઓનજીસી, ટીએમપીવી, એનટીપીસી, અદાણી પોર્ટ્સ, એક્સિસ બેંકમાં અડધાથી એક ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો.   

એશિયન બજારો

એશિયન બજારોની વાત કરીએ તો એશિયન બજારોમાં મિશ્ર ટ્રેન્ડ જોવા મળ્યો. નિક્કેઇ, સ્ટ્રેટ ટાઇમ્સ, કોસ્પીમાં બાઇંગ મૂડ જોવા મળ્યો તો બીજી તરફ હેંગસેંગ, તાઇવાન, સેટ કોમ્પોઝિટ, શાંઘાઇમાં રેડ ઝોનમાં ઘટાડા તરફી મૂવમેન્ટ જોવા મળી.