Sat Oct 10 2026

Logo

દેશની રાજધાનીમાં આજે સુરક્ષા અને વ્યવસ્થાને લઈને શું-શું પ્રભાવિત રહેશે? વાંચો સંપૂર્ણ અહેવાલ

2026-10-10 09:53:00
Author: Vimal Prajapati
દેશની રાજધાનીમાં આજે સુરક્ષા અને વ્યવસ્થાને લઈને શું-શું પ્રભાવિત રહેશે? વાંચો સંપૂર્ણ અહેવાલ

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં ફરી એકવાર રાજકીય અને સુરક્ષાકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. કોકરોચ જનતા પાર્ટી (CJP) દ્વારા 10 ઓક્ટોબરે દિલ્હીના જંતર-મંતર ખાતે ફરીથી વિરોધ પ્રદર્શન કરવાના એલાનને પગલે રાષ્ટ્રીય રાજધાનીમાં વહીવટી તંત્ર અને સુરક્ષા એજન્સીઓ સંપૂર્ણપણે એલર્ટ મોડ પર આવી ગઈ છે. પ્રદર્શન માટે મંજૂરી ન મળવા છતાં અભિજીત દીપકે અને તેમના સમર્થકો દ્વારા આંદોલન પર અડગ રહેવાની જાહેરાત કરવામાં આવી છે, જેના કારણે પ્રશાસને સુરક્ષાના ભાગરૂપે વ્યાપક પ્રતિબંધો અને વ્યવસ્થાત્મક ફેરફારો કર્યા છે.   

દિલ્હી પોલીસના જણાવ્યા પ્રમાણે, પ્રદર્શન માટે સમયસર અરજી કરવામાં ન આવી હોવા અગાઉના વિરોધ પ્રદર્શનો દરમિયાન નિયમોના ભંગના હવાલા આપીને આ કાર્યક્રમની પરવાનગી આપવાનો ઇનકાર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે નવી દિલ્હી વિસ્તારમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની કલમ 163 લાગુ કરી દેવામાં આવી છે.

દિલ્હીમાં અંદાજે 57 જેટલા મેટ્રો સ્ટેશનના ગેટ બંધ રહેશે

સુરક્ષા કારણોસર  રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેનાથી રેડ, યેલો, બ્લુ અને વાયલેટ સહિત અનેક લાઈનોના સ્ટેશનો પ્રભાવિત થયા છે. નવી દિલ્હી અને હજરત નિઝામુદ્દીન રેલવે સ્ટેશનો પર આવતી-જતી અંદાજે 75 જેટલી મેલ-એક્સપ્રેસ અને સ્થાનિક ટ્રેનો રદ કરવામાં આવી છે. સંભવિત તણાવને ધ્યાનમાં રાખીને કનોટ પ્લેસ, ચાંદની ચોક અને ભાગીરથ પેલેસ જેવા મુખ્ય વેપારી કેન્દ્રો અને બજારોમાં દુકાનો બંધ રાખવાની જાહેરાત કરાઈ હતી. સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે દિલ્હીમાં દારૂની દુકાનો પણ બંધ રાખવામાં આવી છે. 

 

સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે, વિરોધ પ્રદર્શનના કેન્દ્રસ્થાને રહેલા જંતર-મંતર અને આસપાસના ચોક્કસ કિલોમીટરના વિસ્તારમાં મોબાઇલ ઇન્ટરનેટ સેવાઓ અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવી છે. ખાસ કરીને ગાજીપુર, ગુરુગ્રામ સરહદ (સહરોલ, પાલમ વિહાર, દ્વારકા) સહિતના દિલ્હીના તમામ પ્રવેશદ્વારો પર પોલીસ અને અર્ધલશ્કરી દળો દ્વારા ભારે બેરિકેડિંગ કરી વાહનોની સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.