Sat Oct 10 2026

Logo

નિફ્ટી 24,300ની ઉપર ખુલ્યો, સેન્સેક્સ 77,900ની ઉપર, બેંક, આઇટી, મીડિયા શેરોમાં તેજી

2026-07-06 10:23:00
Author: Mumbai Samachar Team
નિફ્ટી 24,300ની ઉપર ખુલ્યો, સેન્સેક્સ 77,900ની ઉપર, બેંક, આઇટી, મીડિયા શેરોમાં તેજી

સપ્તાહના પ્રથમ સેશનમાં ભારતીય શેરબજારો ગ્રીન ઝોનમાં ઓપન થયા છે. સેન્સેક્સ તેના અગાઉના બંધ 77,763.91થી  176.99 પોઇન્ટ વધી 77,940.90ની સપાટીએ ખુલ્યો છે. નિફ્ટીની વાત કરીએ તો નિફ્ટી તેના અગાઉના બંધ 24,270.85થી 36 પોઇન્ટ વધી 24,306.85ની સપાટીએ ઓપન થયો છે. માર્કેટમાં 1486 શેરમાં વધારો જોવા મળ્યો જ્યારે 1065 શેરમાં ઘટાડો જોવા મળ્યો બીજી તરફ  234 શેરમાં કોઇ ફેરફાર ન થયો. નિફ્ટી શેરમાં હિન્દાલ્કો, બજાજ ઓટો, એક્સિસ બેંક, HDFC બેંક, ભારત ઇલેક્ટ્રોનિક્સ, અદાણી એન્ટરપ્રાઇઝિસ, ICICI બેંક વધનારા શેરોમાં સામેલ હતા. માર્કેટના લુઝર્સની વાત કરીએ તો કોટક મહિન્દ્રા બેંક, ટીસીએસ, ટેક મહિન્દ્રા, વિપ્રો, બજાજ ફિન સર્વ અને ઇન્ટરગ્લોબ એવિએશન ઘટનારા શેરોમાં સામેલ હતા. પ્રારંભિક કારોબારમાં નિફ્ટી મિડકેપ અને સ્મોલકેપમા ફ્લેટ કારોબાર જોવા મળ્યો.

એશિયન બજારો

ગિફ્ટ નિફ્ટી ગ્રીન ઝોનમાં કારોબાર કરતો જોવા મળ્યો. નિક્કેઇ, સ્ટ્રેટ ટાઇમ્સ, કોસ્પી લાલ નિશાન સાથે કારોબાર કરતા જોવા મળ્યા. તો હેંગસેંગ, તાઇવાન, શાંઘાઇમાં પણ ગ્રીન ઝોનમાં કારોબાર જોવા મળ્યો.