મુંબઈ: ઓગસ્ટ મહિનો ઇન્ડિયન સિનેમા માટે બોક્સ ઓફિસ પર ભારે ધમાકેદાર રહેવાનો હતો. જોકે, હવે એક મોટો ક્લેશ ટળી ગયો છે. શ્રદ્ધા કપૂરની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'ઈઠા'ની રિલીઝ ડેટ આગળ ધકેલવામાં આવી છે. પહેલા આ ફિલ્મ 28 ઓગસ્ટે દક્ષિણના સુપરસ્ટાર યશની ફિલ્મ 'ટોક્સિક' સામે રિલીઝ થવાની હતી, પરંતુ મેકર્સે હવે આ ક્લેશ ટાળવાનો નિર્ણય લીધો છે.
'ઈઠા'ની નવી રિલીઝ ડેટ
ફિલ્મ 'ટૉક્સિક' 26 ઓગસ્ટે રિલીઝ થવાની તૈયારીમાં છે. 'ઈઠા' 28 ઓગસ્ટના રોજ રિલીઝ થવાની હતી, પરંતુ હવે શ્રદ્ધા કપૂરની ફિલ્મે આ ક્લેશને ટાળવાનો નિર્ણય કર્યો છે. 28 ઓગસ્ટના બદલે આ ફિલ્મ હવે 4 ડિસેમ્બર 2026 એ રિલીઝ થશે. જેની સ્પષ્ટતા શ્રદ્ધાએ પોતાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા કરી હતી.
શ્રદ્ધાએ 'ઈઠા'ની નવી રિલીઝ ડેટ સાથે લખ્યું, 'તુફાન માટે તૈયાર રહેજો, કારણ કે 'ઈઠા' આવી રહી છે, 4 ડિસેમ્બરે.' એટલે કે હવે મેડોક ફિલ્મના બેનર હેઠળ બનેલી આ ફિલ્મ બોક્સઓફિસ પર પ્રભાસની ફિલ્મ 'ફૌજી'ને ટક્કર આપશે.
'ફૌજી' 3 ડિસેમ્બરે રિલીઝ થશે. જોકે 'ઈઠા' ફિલ્મ પાસે હાલમાં વધારે ફાયદો છે. કારણકે આ ફિલ્મના ટિઝરને ફેન્સનો અઢળક પ્રેમ મળ્યો હતો. વિઠાબાઈ નારાયણગાવકરની ભૂમિકામાં શ્રદ્ધાના ખૂબ વખાણ થયા હતા.
જો પ્રભાસની ફિલ્મ 'ફૌજી' પોતાના ટીઝર-ટ્રેલર' થી ધૂમ મચાવશે તો શ્રદ્ધાની મુશ્કેલીઓ વધશે. સાઉથ સ્ટાર પ્રભાસને એક દિવસ અગાઉ રીલીઝનો કેટલો ફાયદો મળશે, તે તો સમયે જ ખબર પડશે, પરંતુ હાલમાં યશની 'ટોક્સિક' ફિલ્મનો રસ્તો સાફ થઈ ચુક્યો છે.