Wed Jun 10 2026

Logo

સેન્સેક્સ-નિફ્ટીનું ફ્લેટ ઓપનિંગ, નિફ્ટી 23,300ની સપાટીએ, રિલાયન્સ, બેંકિંગ શેર્સમાં તેજી

2026-06-10 10:07:00
Author: mumbai samachar team
Article Image

ઇરાન અને અમેરિકા વચ્ચે તણાવની અસર બુધવારે ભારતીય શેરબજારો પર જોવા મળી. સેન્સેક્સ મંગળવારના બંધ 73,918.76ની સપાટીએથી 69.51 પોઇન્ટ વધી 73,988.27ની સપાટીએ ખુલ્યો છે. નિફ્ટી પર નજર કરીએ તો નિફ્ટી મંગળવારે 23,242.10ની સપાટીએ બંધ રહ્યો હતો. બુધવારના સેશનમાં નિફ્ટી 8 પોઇન્ટ ઘટી  23,233.95ની સપાટીએ ફ્લેટ ખુલ્યો હતો. 

નિફ્ટી મિડકેપ અને સ્મોલ કેપમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો. સ્ટોક્સ પર નજર કરીએ તો HUL, ટ્રેન્ટ, નેસ્લે, ડો.રેડ્ડીઝ લેબ, ચમ્બલ ફર્ટીલાઇઝર, અર્બન કંપની, એજિસ લોજિસ્ટિક્સ, કોલગેટ, જિલેટ ઇન્ડિયામાં લેવાલીનો કારોબાર જોવા મળ્યો. બીજી તરફ માર્કેટમા ઘટનારા શેરો પર નજર કરીએ તો હિન્દાલ્કો, એચએફસીએલ, મૂથુટ ફાઇનાન્સ, હિંદ ઝિંક, મણપ્પુરમ ફાઇનાન્સ, જીએમડીસી, ઇન્ફોસિસ, એસબીઆઇ લાઇફ ઇન્શ્યોરન્સ, શ્રીરામ ફાઇનાન્સ અને TMPVમાં વેચવાલીનું પ્રેશર જોવા મળ્યું. સેક્ટર્સની વાત કરીએ તો મેટલ સેક્ટરમાં 1 ટકાનો ઘટાડો જોવા મળ્યો તો FMCG ઇન્ડેક્સ 1%ની તેજી જોવા મળી. 

એશિયન બજારોના હાલ

અમેરિકી બજારોની નેગેટિવ અસર એશિયન બજારો પર પણ જોવા મળી. સ્ટ્રેટ ટાઇમ્સ, નિક્કેઇ, હેંગસેંગ, તાઇવાન, કોસ્પી, સેટ કોમ્પોઝિટ, શાંઘાઇમાં રેડ ઝોનમાં કારોબાર જોવા મળ્યો તો જકાર્તામાં તેજી તરફી મૂવમેન્ટ જોવા મળી.