મુંબઈઃ અમેરિકાથી લઈને એશિયાઈ શેર માર્કેટમાં ગુરૂવારે સારી એવી તેજી જોવા મળી હતી. ભારતીય શેર માર્કેટના મૂડમાં પણ એક પોઝિટિવ ચેન્જ જોવા મળ્યો હતો. અઠવાડિયાના ચોથા દિવસે સેંસેક્સ-નિફ્ટી બન્નેના ઈન્ડેક્સમાં એક તોફાની તેજી જોવા મળી છે. આનાથી રોકાણકારોના ચહેરા પર ફરી સ્મિત આવ્યું છે. બોંમ્બે સ્ટોક એક્સચેન્જના 30 શેર વાળા સેંસેક્સનું ઑપનિંગ 500 પોઈન્ટ પ્લસથી થયું હતું. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેંજમાં નિફ્ટી 150 પોઈન્ટ પ્લસ સાથે આગળ વધ્યો હતો. ભારતીય શેર માર્કેટમાં તેજીના માહોલ વચ્ચે બીઈએલ, ઈન્ડિગોથી લઈને એટરનલ,ટાટા સ્ટીલ જેવી કંપનીના શેર માર્કેટ શરૂ થતા જ ગ્રો કરી રહ્યા હતા.
ગુરૂવારે માર્કેટની શરૂઆત તેજીથી
ગુરૂવારે શેર માર્કેટમાં કારોબારની શરૂઆત BSE સેંસેક્સ 75,318 ની તુલનામાં તેજી સાથે 75,732 સ્તર પર ખુલ્યો હતો. એ પછીના સમયમાં 75,945 પોઈન્ટ પર કારોબાર કરતા ભારતીય શેર માર્કેટનો મૂડ તેજી તરફ દેખાયો હતો. નિફ્ટી પણ બુધવારે 23,659 પોઈન્ટ પર બંધ થતા 23830 પોઈન્ટ પર ઑપન થયો હતો. જે શેરમાં એક ઉછાળો જોવા મળ્યો છે એની વાત કરીએ તો ઈન્ડિગો, બીઈએલ, ઈટર્નલ શેરનું નામ ટોપ પર આવે છે. આ સિવાય મિડકેપમાં સામેલ ટીઆઈ ઈન્ડિયા, ગોદરેજ પ્રોપર્ટી, ભારત ફોર્જ શેર, સુઝલોનનો સમાવેશ થાય છે. સ્મોલ કેપમાં સેમન કેપ શેર, એઆઈઆઈએલ શેર, એંજલ વનમાં તેજી જોવા મળી છે.
વિદેશમાંથી પણ પોઝિટિવ વાવડ
ભારતીય શેર માર્કેટ માટે વિદેશમાંથી પણ ગ્રીન સિગ્નલ મળી રહ્યા છે. એકબાજું જ્યાં અમેરિકાના શેર માર્કેટમાં તેજી જોવા મળી હતી અને ડાઉજોંસ 645 પોઈન્ટ પર ક્લોઝ થયો હતો બીજી તરફ ગુરૂવારે શેર માર્કેટ ખુલતા જ રોકાણકારોના ચહેરા ખીલી ઊઠ્યા હતા, જોકે માર્કેટ નિષ્ણાંતો કહે છે કે, આ સામાન્ય તેજી છે. એશિયાના માર્કેટમાં તેજીની અસર ધીમે ધીમે શરૂ થશે.જાપાનનો નિક્કેઈ 2000 પોઈન્ટથી વધારે ઉછળીને કારોબાર કરી રહ્યો છે. ભારતીય શેરમાર્કેટમાં ઉછાળાની વાત કરવામાં આવે તો 400 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો છે, જ્યારે નિફ્ટીમાં 130 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો છે. સરકારી બેંક અને મેટલને લગતી કંપનીના શેરમાં ખરીદી જોવા મળી રહી છે.