Sat May 30 2026

Logo

સુભાષબ્રિજ તરફનો સાબરમતી રિવરફ્રન્ટનો રસ્તો વાહનવ્યહાર તથા વૉકવે માટે આજથી બંધ, બ્રિજની કામગીરી શરૂ

2026-05-29 08:35:00
Author: Mumbai Samachar Team
Article Image

અમદાવાદઃ અમદાવાદમાં લોકોની અવરજવર માટે આશરે સાડા પાંચ મહિના પહેલા બંધ કરાયેલા સુભાષ બ્રિજની નીચેનો ભાગ શુક્રવાર (તા.29.5.2026)થી બંધ કરવામાં આવશે. રિવરફ્રન્ટનો રસ્તો વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવશે. માત્ર વાહનવ્યવહાર જ નહીં સુરક્ષાના કારણોસર વૉક-વે પણ બંધ કરી દેવામાં આવશે. સાબરમતી નદી પર આવેલા સુભાષબ્રિજના સ્ટ્રક્ચરમાં ગંભીર ક્ષતિ હોવાના કારણે આ બ્રિજ યુદ્ધના ધોરણે બંધ કરી દેવામાં આવ્યો હતો. 4 ડિસેમ્બર 2025થી આ બ્રિજ વાહનવ્યહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. 

હવે રિવરફ્રન્ટની નીચનો રસ્તો બંધ
એક લાંબા સમય બાદ હવે બ્રિજને તોડીને ફરીથી તૈયાર કરવા માટે રિવરફ્રન્ટની નીચેનો સુભાષબ્રિજ તરફનો રસ્તો વાહનોની અવરજવર માટે બંધ કરી દેવાયો છે. બ્રિજનું ઈન્સ્પેક્શનનું કામ ખતમ થઈ ગયું છે અને આ બ્રિજના કેટલાક રિપોર્ટ કોર્પોરેશનની કચેરીમાં જમા થઈ ચૂક્યા છે. ફાઈનલી હવે બ્રિજને તોડીને ફરીથી બનાવવાનું કામ શરૂ થવાની છે. આ કારણોસર રિવરફ્રન્ટની નીચેનો રસ્તો વાહનવ્યહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. બ્રિજનું સુપરસ્ટ્ર્કચર તોડીને નવું બનાવવા માટે બંન્ને તરફ નવી લેન તૈયાર કરવા માટે નવેસરથી કામનો નિર્ણય લેવામાં આવ્યો છે. આખરે સાડા પાંચ મહિના બાદ રિવરફ્રન્ટ સાઈડથી બ્રિજ વાહનવ્યહાર માટે બંધ થયા બાદ એને તોડવાની શરૂઆત થઈ રહી છે. 

વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરવો
હવે વાહન ચાલકોએ રિવરફ્રન્ટ રોડ પરથી બ્રિજ પર જવા તથા ઊતરવા માટે આગળ બનાવેલા રસ્તાનો ઉપયોગ કરવો પડશે. આ રસ્તાથ પરથી પસાર થવું પડશે.કામગીરી પૂરી નહીં થાય ત્યાં સુધી આ ડાઈવર્ઝન ચાલું રહેશે. બ્રિજમાં ખામી સામે આવી ત્યારે આ બ્રિજ એક વર્ષની અંદર તૈયાર કરી દેવામાં આવશે એવી વાત કરવામાં આવી હતી. આ કામગીરી હવે આગળ વધી રહી છે. બ્રિજનું સંપૂર્ણ ઈન્સ્પેક્શન થયા બાદ આખરે રસ્તા બંધ કરીને આ પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે. આ રસ્તો બંધ થતા અમદાવાદના નાગરિકોએ હવે વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવો પડશે. બ્રિજની આગળના રસ્તાનો ઉપયોગ કરીને ડાઈવર્ઝનમાંથી પસાર થવું પડશે.