Sat Sep 05 2026

Logo

રશિયાએ યુક્રેન પર હુમલા તેજ કર્યા, બે લોકોના મોત 19 ઘાયલ

Kyiv   2026-03-28 20:03:22
Author: Chandrakant Kanoja
રશિયાએ યુક્રેન પર હુમલા તેજ કર્યા, બે લોકોના મોત 19 ઘાયલ

Reuters


કીવ: અમેરિકા ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન રશિયાએ યુક્રેન પર હુમલા તેજ કર્યા છે. જેમાં યુક્રેનના રાષ્ટ્રપતિ યુએઈની મુલાકાતે હતા ત્યારે રશિયાએ હુમલા ર્ક્યા છે. રશિયાએ ઓડેસા અને ખાર્કિવ પર કરેલા હુમલામાં બે લોકોના મોત થયા અને 19 લોકો ઘાયલ થયા હતા. આ ઉપરાંત રશિયાએ ડોનેટ્સક પ્રદેશના બ્રુસિવ્કા ગામ પર કબજો કરવાનો દાવો કર્યો છે. જોકે યુક્રેને આની પુષ્ટિ કરી નથી.

બ્રુસિવ્કા યુક્રેન માટે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ

બ્રુસિવ્કા એક નાનું ગામ હોવા છતાં  તેનું વ્યૂહાત્મક રીતે  મહત્વપૂર્ણ  છે. જે  યુક્રેનના લીમન જેવા મુખ્ય લશ્કરી કેન્દ્રની દક્ષિણમાં સ્થિત અને સિવર્સ્કી ડોનેટ્સ નદીની નજીક સ્થિત છે. આ ગામ સુરક્ષા દ્રષ્ટિકોણથી એક મહત્વપૂર્ણ બફર ઝોન છે. આ વિસ્તાર પર નિયંત્રણ રશિયન સૈન્યને સ્લોવિઆન્સ્ક અને ક્રેમેટોર્સ્ક જેવા મુખ્ય શહેરો તરફ આગળ વધવામાં મદદ કરી શકે છે. જે સ્થાનો ડોનેટ્સક ક્ષેત્રમાં યુક્રેન માટે અત્યંત મહત્વપૂર્ણ ગઢ છે.

યુક્રેનના શહેરો પર રશિયન સૈન્યનો હુમલો સતત ચાલુ 

મિડલ ઈસ્ટ  ચાલી રહેલા યુદ્ધ વચ્ચે યુક્રેનના શહેરો પર રશિયન સૈન્યનો હુમલો સતત ચાલુ છે.  આ હુમલાઓની તીવ્રતા એટલી હતી કે હુમલા થયાના ઘણા કલાકો પછી પણ સ્થળોએ શોધ અને બચાવ કામગીરી ચાલુ  છે.  આ બંને શહેરોમાં રહેણાંક વિસ્તારો પર બોમ્બમારો કરવામાં આવ્યો હતો, જેના પરિણામે  હોસ્પિટલો, રહેણાંક ઇમારતો, વ્યવસાય કેન્દ્રો, બંદર સુવિધાઓ અને મહત્વપૂર્ણ માળખાગત સુવિધાઓને વ્યાપક નુકસાન થયું હતું.