Sun Jul 05 2026

Logo

લાલ સમુદ્રમાં ફરી હુમલો! આખરે કાર્ગો જહાજને કોણે નિશાન બનાવ્યું?

Yemen   2026-07-05 17:53:43
Author: Mumbai Samachar Team
Article Image

યમનઃ સમુદ્રી જળમાર્ગ પર હવે સુરક્ષાના સવાલ ઊભા થઈ રહ્યા છે. યમન પાસે રેડ સી કહેવાતા જળ વિસ્તારમાં કાર્ગો શીપ પર થયેલા હુમલાએ ચિંતા વધારી છે. બ્રિટનની સેનાના રિપોર્ટ અનુસાર રવિવારે એક કાર્ગો જહાજ પર કેટલાક અજાણ્યા હથિયારથી સજ્જ હુમલાખોરોએ હુમલો કરી દીધો હતો. આ ઘટના યમનના સમુદ્ર કિનારાથી નજીક પશ્ચિમ ઘાટ કહેવાતા જળ વિસ્તારમાં હોદેદા શહેરથી 30 સમુદ્રી માઈલ દૂર બની છે. બ્રિટનના યુનાઈટેડ કિંગ્ડમ મેરિટાઈમ ઑપરેશન (UKMTO) એ જણાવ્યું હતું કે, જહાજ વિશેની સૂચના મળતા જ એલર્ટ થઈ જવાયું હતું.

કોણે ઉચ્ચારી હતી ધમકી?

પછી વિગત એવી મળી હતી કે, જોઈ અજાણ્યા હથિયારથી સજ્જ જહાજે કાર્ગો જહાજ પર હુમલો કરી દીધો હતો. એજન્સીના રિપોર્ટ અનુસાર આ સમગ્ર કેસની તપાસ ચાલુ કરી દેવામાં આવી છે. સમગ્ર સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. હાલમાં જહાજને કેટલું નુકસાન થયું અને ક્રૂ સ્ટાફને શું થયું એ અંગે કોઈ સત્તાવાર વિગત સામે આવી નથી.

અત્યાર સુધી આ હુમલાની જવાબદારી કોઈ સંગઠને પણ લીધી નથી. આશંકા એવી સેવાઈ રહી છે કે, ઈરાન સમર્થિત હૂતીઓએ આ હુમલો કર્યો હોઈ શકે છે. કારણ કે, આ પહેલા રેડ સી (રાતા સમુદ્ર)માંથી પસાર થનારા જહાજને નિશાન બનાવવા માટેની ધમકી એ સંગઠને જ ઉચ્ચારી હતી. પણ એ પછી હૂતીઓએ આ પ્રકારના કોઈ હુમલા કર્યા ન હતા. સતત થઈ રહેલી આ પ્રકારની ઘટનાને લઈને સમુદ્રી જળમાર્ગ પર જોખમ તોળાઈ રહ્યું છે. રાતા સમુદ્રમાં અને ખાડી વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય સમુદ્રી વ્યાપાર સુરક્ષા પર ચિંતા વધારી છે. બ્રિટિશ સમુદ્રી સુરક્ષા એજન્સીઓ આ ઘટના પર નજર રાખી રહી છે.

આ કારણે માર્ગ બદલ્યો

આ દરમિયાન, સોમાલી ચાંચિયાઓ એડનના અખાતમાં ફરી સક્રિય થયા છે. તા. 1 જુલાઈના રોજ, શંકાસ્પદ ચાંચિયાઓએ દક્ષિણપૂર્વ યમનના બલ્હાફ બંદરથી લગભગ 76 નોટિકલ માઇલ દૂર એક જહાજ પર હુમલો કર્યો. તે ઘટનામાં, નાના હથિયારોથી સજ્જ ચાર વ્યક્તિઓએ જહાજના પુલને થોડું નુકસાન પહોંચાડ્યું.

ગાઝામાં યુદ્ધ ફાટી નીકળ્યા પછી, હૂતી બળવાખોરોએ લાલ સમુદ્ર અને બાબ-અલ-મંડેબ સ્ટ્રેટમાંથી પસાર થતા અસંખ્ય જહાજો પર ડ્રોન અને મિસાઇલ હુમલાઓ શરૂ કર્યા. આ હુમલાઓના પરિણામે, ઘણી મોટી વૈશ્વિક શિપિંગ કંપનીઓએ તેમના જહાજોના રૂટ બદલ્યા, સુએઝ નહેરનો ઉપયોગ કરવાને બદલે આફ્રિકાના દક્ષિણ છેડાની આસપાસ લાંબા દરિયાઈ માર્ગને પસંદ કર્યો.