Fri Apr 17 2026

Logo

રણદીપ હુડ્ડા સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને ફેન્સને આપ્યા ગુડ ન્યુઝ, પોસ્ટ થઈ વાઈરલ...

2026-03-10 20:29:46
Author: Darshana Visaria
Article Image

બોલીવૂડ એક્ટર રણદીપ હુડ્ડા અને તેની પત્ની લિન લેશરામ હાલમાં એકદમ ખુશ-ખુશહાલ છે, કારણ કે લગ્નના ત્રણ વર્ષ બાદ કપલના ઘરે પારણું બંધાયું છે. ખુદ રણદીપ હુડ્ડાએ ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ શેર કરીને પોતાના ઘરે નાની પરીનું આગમન થયું છે એવા સમાચાર ફેન્સને આપ્યા છે. મળતી માહિતી અનુસાર 10મી માર્ચ, 2026ના રોજ રણદીપ અને લિન એક સુંદર પુત્રીના માતા-પિતા બન્યા છે.

રણદીપ હુડ્ડા અને મણિપુરી મોડલ-એક્ટ્રેસ લિન લેશરામે નવેમ્બર 2023માં મણિપુરી રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. હવે તેમના જીવનમાં એક નવા મહેમાનનું આગમન થયું છે. લગ્નના ત્રણ વર્ષ બાદ કપલના ઘરે કન્યારત્નનો જન્મ થયો છે, જેને કારણે હુડ્ડા પરિવાર અને લિન લેશરામનો પરિવાર એકદમ આનંદમાં આવી ગયો છે. 

રણદીપ હુડ્ડાએ પોતાના ઘરે નાનકડી પરીનો જન્મ થયો હોવાના સમાચાર સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને ફેન્સને આપ્યા છે. એટલું જ નહીં પણ રણદીપ હુડ્ડાએ એક સુંદર પોસ્ટ મૂકીને ઈશ્વરનો આભાર માન્યો છે. આ સમાચાર વાઈરલ થતા જ બોલિવૂડ સેલેબ્સ અને ફેન્સ આ નવા નવા બનેલાં મમ્મી-પપ્પાને અભિનંદન પાઠવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કપલના પ્રી-મેટરનિટી ફોટોશૂટના ફોટો પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થયા હતા. 

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો રણદીપ હુડ્ડા તાજેતરમાં તેની ફિલ્મ 'સ્વાતંત્ર્ય વીર સાવરકર' કારણે ખૂબ જ લાઈમલાઈટમાં રહ્યો હતો. આ ફિલ્મમાં રણદીપ હુડ્ડાએ વીર સાવરકરની ભૂમિકા ભજવી હતી અને ફિલ્મનું નિર્દેશન પણ કર્યું હતું. પ્રોફેશનલ લાઈફમાં મળેલી સફળતા બાદ હવે તેની પર્સનલ લાઈફમાં પણ મોટી ખુશી આવી છે, જેને કારણે એક્ટરની ખુશી તો એકદમ સાતમા આસમાન પર છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Lin Laishram (@linlaishram)

સોશિયલ મીડિયા પર રણદીપ હુડ્ડાએ જેવી આ ગુડ ન્યુઝ ફેન્સ સાથે શેર કરી એટલે ફેન્સ આ પોસ્ટ પર લાઈક અને કમેન્ટ કરી રહ્યા છે. કેટલાક યુઝર્સ કમેન્ટ્સ કરી રહ્યા છે કે રણદીપની દીકરી તેના જેવી જ તેજસ્વી હશે તો વળી ઘણા લોકોએ મજાકમાં લખ્યું હતું કે, હવે રણદીપ હુડ્ડા સાચા અર્થમાં 'ડેડી ડ્યુટી' નિભાવતા જોવા મળશે.... હવે ફેન્સ આતુરતાપૂર્વક નાનકડી પરીની પહેલી ઝલક રીવિલ થાય એની રાહ જોઈ રહ્યા છે. તમે પણ રણદીપ હુડ્ડાની આ પોસ્ટ ના જોઈ હોય તો અત્યારે જ જોઈ લો.