Sun Sep 06 2026

Logo

રાધિકા મર્ચન્ટનો બોલ્ડ અને ગ્લેમરસ લૂક, રેડ હૉટ ગાઉનમાં અંબાણી પરિવારની વહુરાણીએ વધાર્યો ઈન્ટરનેટનો પારો...

2026-02-20 18:16:55
Author: Darshana Visaria
રાધિકા મર્ચન્ટનો બોલ્ડ અને ગ્લેમરસ લૂક, રેડ હૉટ ગાઉનમાં અંબાણી પરિવારની વહુરાણીએ વધાર્યો ઈન્ટરનેટનો પારો...

અંબાણી પરિવારની નાની વહુ રાધિકા મર્ચન્ટ પણ પરિવારની અન્ય મહિલા મંડળની જેમ પોતાની ફેશનસેન્સ અને સ્ટાઈલ સ્ટેટમેન્ટને કારણે સતત લાઈમલાઈટમાં રહેતી હોય છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર અંબાણી પરિવારની નાની વહુરાણી રાધિકાના કેટલાક ફોટો વાઈરલ થઈ રહ્યા છે, જેમાં તેનો અત્યાર સુધીનો સૌથી બોલ્ડ અને ગ્લેમરસ અંદાજ જોવા મળી રહ્યો છે. લાલ રંગના શાનદાર ગાઉનમાં રાધિકા કોઈ બોલીવૂડ અભિનેત્રીથી કમ નથી લાગી રહી. ચાલો જોઈએ શું છે રાધિકા મર્ચન્ટના લૂકમાં... 

સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલા ફોટોમાં રાધિકા મર્ચન્ટ એક ખૂબ જ સુંદર અને હોટ રેડ કલરનો ગાઉન પહેર્યો છે. વાત કરીએ આ ગાઉનની ડિઝાઈનની તો ગાઉનનો કટ રાધિકાના ફિગરને એકદમ પરફેક્ટલી કોમ્પ્લીમેન્ટ આપી રહ્યા છે. ગાઉનનો બોલ્ડ નેકલાઇન અને સ્ટાઇલિશ સ્લિટ તેના લૂકમાં ચાર ચાંદ લગાવી રહ્યા છે.

વાત કરીએ જ્વેલરી અને મેકઅપની તો રાધિકાએ પોતાના આ ગ્લેમરસ લૂકને કમ્પલિટ કરવા માટે મિનિમલ જ્વેલરી અને ગ્લોસી મેકઅપ પસંદ કર્યો છે. તેણે પોતાના વાળ ખુલ્લા રાખ્યા હતા, જે તેના ક્લાસી લૂકમાં વધારો કરે હતો. આ સિવાય રાધિકાએ જે આત્મવિશ્વાસ સાથે આ બોલ્ડ આઉટફિટને કેરી કરી રહી છે, તે સોશિયલ મીડિયા પર ફેન્સના દિલ જીતી રહ્યા છે. લાઈક અને કમેન્ટ કરીને ફેન્સ રાધિકાના આ ફોટો પર વ્હાલ વરસાવી રહ્યા છે. 

રાધિકા મર્ચન્ટના આ ફોટા સામે આવતાની સાથે જ વાયરલ થઈ ગયા છે. ફેન્સ તેના લૂકના વખાણ કરતા થાકતા નથી. સોશિયલ મીડિયા પર ફેન્સ રાધિકાના આ લૂકને કારણે તેને 'રેડ બ્યૂટી' કહી રહ્યું છે તો કોઈ તેને 'અંબાણી પરિવારની સૌથી ગ્લેમરસ વહુ' ગણાવી રહ્યું છે. સામાન્ય રીતે ટ્રેડિશનલ આઉટફિટ્સમાં જોવા મળતી રાધિકાનો આ વેસ્ટર્ન અને બોલ્ડ અવતાર લોકો માટે ખૂબ જ આશ્ચર્યજનક અને પ્રેરણાદાયક છે.

અત્રે ઉલ્લેખનીય છે કે અંબાણી પરિવારની નાની વહુરાણી રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીના લગ્ન દુનિયાના સૌથી મોંઘા લગ્નોમાંના એક હતા અને ત્યારથી જ રાધિકાની દરેક મૂવમેન્ટ પર મીડિયાની નજર રહે છે. તમે પણ રાધિકાનો આ વાઈરલ લૂક ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો અહીં...