પુણેઃ હત્યા કરવી હવે સામાન્ય વાત થઈ હોય તેમ લોકો આ ક્રાઈમ કરવા લાગ્યાં છે. કાયદો અને વ્યવસ્થાનો કોઈને ડર રહ્યો જ નથી. અત્યારે ફરી એક આવી જ ઘટના પ્રકાશમાં આવી છે. પુણેમાં આવેલા લોહાગઢ કિલ્લા પર ટ્રેકિંગ દરમિયાન એક દુઃખદ ઘટના ઘટી હતી. પહેલા જે ઘટનાને માત્ર એક દુર્ઘટના ગણાવામાં આવી રહી હતી, તેમાં હવે પોલીસને હત્યાનો શક થઈ રહ્યો છે, માત્ર શક નહીં પરંતુ હત્યા થઈ છે, તેવું સાબિત પણ થઈ ગયું છે. પ્રાથમિક તપાસમાં આ દુર્ઘટના નહીં પરંતુ હત્યા હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ જ્યારે આ કેસની તપાસ કરી રહી હતી, તે દરમિયાન એક વ્યક્તિ પર શંકા ગઈ હતી. કોણે કરી કેતન અગ્રવાલની હત્યા? ચાલો જાણીએ શું છે સમગ્ર મામલો?
દુર્ઘટનાની તપાસમાં હત્યાનો ખુલાસો
પોલીસ તપાસ પ્રમાણે, જ્યારે તપામાન 33 ડિગ્રી હતું ત્યારે એક વ્યક્તિ હુડી પહેરીને કિલ્લા પર જઈ રહ્યો હતો. તેનો ચહેરો પણ દેખાયો નહોતો પરંતુ જ્યારે કિલ્લા પર ટિકિટ કાઉન્ટર પર પહોંચ્યો તે દરમિયાન ત્યાના સીસીટીવીમાં તે વ્યક્તિનો ચહેરો દેખાઈ ગયો અને ઓળખ થઈ ગઈ હતી. મહત્વની વાત એ છે આ વ્યરક્તિ બીજો કોઈ નહીં પરંતુ સિયાનો પ્રેમી ચેતન ચૌધરી હતો, જેણે સિયા સાથે મળીને કેતનની હત્યા કરી દીધી હતી! આ કેસમાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કરી દીધા છે.
કોણ કેતન અને સિયાનો પીછો કરી રહ્યું હતું?
વધારે વિગતે વાત કરવામાં આવે તો, 18 જૂને જ્યારે કેતન અગ્રવાલ અને તેની 20 વર્ષીય મંગેતર સિયા ગોયલ આ કિલ્લા પર ગયા ત્યારે ચેતન ચૌધરી આ બંને લોકોનો પીછો કરી રહ્યો હતો. આને પીછો કરી રહ્યો હતો તેના અડધા કલાક પછી જ કેતન અંગ્રવાલનું મોત થઈ ગયું હતું. જ્યારે સીસીટીવીની તપાસ કરવામાં આવી રહી હતી, તે દરમિયાન ચેતન ચૌધરીની હરકતો પર શંકા ગઈ હતી. વારંવાર તે પોતાનો ચહેરો છૂપાવી રહ્યો હતો અને અજીબ પ્રકારના કપડાં પહેરેલા હોવાના કારણ પોલીસેને તેના પર વધારે શંકા ગઈ હતી.
લગ્નજીવન શરૂ થયા પહેલા કેતનનું જીવન ખતમ થઈ ગયું
પોલીસે વધારે તપાસ કરી ત્યારે જાણવા મળ્યું કે, કેતનનું મોત થયું ત્યારે ચેતને પોતાનો ફોન પોતાની દુકાન પર મૂકી દીધો હતો, અને ઈન્ટરનેટ પણ બંધ કરી દીધું હતું. જેના કારણ પોલીસનો શક હકીકતમાં ફેરવાઈ ગયો હતો. મૂળ વાત એ છે કે, કેતનનું લગ્નજીવન શરૂ થયા પહેલા જ તેનું જીવન ખતમ થઈ ગયું હતું. આરોપ એવો છે કે, સિયા અને તેના પ્રેમી ચેતને સાળે મળીને કેતનને ધક્કો માર્યો હતો. પોલીસે બંનેને ધરપકડ કરી લીધી છે. એટલું જ નહીં પરંતુ બંને આરોપીઓએ પોતાનો ગુનો કબૂલ પણ કરી લીધો છે.
સિયા ચેતને પોલીસે સામે કર્યો હત્યાનો ખુલાસો
આ કેસમાં વધારે તપાસ કરવામાં આવી ત્યારે સિયાના ફોનનો કોલ રેકોર્ડમાં પણ ચેતન સાથેની એની વાતચીત થઈ હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આ બંને વચ્ચે એક બે વખત નહીં પરંતુ હજારો વખત ફોનમાં વાત થયેલી હતી. આ બંને પ્રેમીઓ કલાકો સુધી વાતો કરતા હતા. એટલે પોલીસને શંકા ગઈ કે, કેતનની મોત અકસ્માત નહીં પરંતુ આ બંને દ્વારા સમજીવિચારીને કરવામાં આવેલી હત્યા હતી. તપાસમાં એવું જાણવા મળ્યું કે, સિયા ચેતનને પ્રેમ કરતી હતી અને કેતન સાથે લગ્ન કરવા નહોતી માંગતી! ચેતને કહ્યું કે, સિયા કેતન સાથેની સગાઈ તોડીને તેની સાથે ભાગી જવાના પક્ષમાં નથી, કારણ કે તેને લાગતું હતું કે આમ કરવાથી તેના પરિવારની બદનામી થશે.