Sat Sep 05 2026

Logo

પીએમ મોદી ઇઝરાયલ પહોંચ્યા, ફ્લાઇટ રડાર પર સૌથી વધુ સર્ચ થયું એર ઇન્ડિયા વન...

2026-02-25 17:27:19
Author: Chandrakant Kanoja
પીએમ મોદી ઇઝરાયલ પહોંચ્યા, ફ્લાઇટ રડાર પર સૌથી વધુ સર્ચ થયું એર ઇન્ડિયા વન...

નવી દિલ્હી: પીએમ મોદી બે દિવસના પ્રવાસે ભારત સરકારના ખાસ વિમાન 'એર ઇન્ડિયા વનમાં ઇઝરાયલ પહોંચ્યા છે. તેમજ  ફ્લાઈટ રડારના  ડેટા અનુસાર આજે એર ઇન્ડિયા વનની ગતિવિધીઓ સૌથી વધારે ટ્રેક કરવામાં આવી છે. વિશ્વભરમાં વિમાનોની ગતિવિધિઓને ટ્રેક કરતા ઓનલાઇન પ્લેટફોર્મ, ફ્લાઇટ રડારના ડેટા દર્શાવે છે કે પીએમ મોદીની ફ્લાઇટ મૂવમેન્ટ વિશ્વમાં સૌથી વધુ ટ્રેક કરવામાં આવી હતી. 

7184 લોકો તેને લાઇવ ટ્રેક કરી રહ્યા હતા.

ફ્લાઇટ રડાર અનુસાર, જ્યારે પીએમ મોદીની ફ્લાઇટ બુધવારે સાંજે 3:45 વાગ્યે સાઉદી અરેબિયાથી જોર્ડનમાં પ્રવેશી રહી હતી. ત્યારે 7184 લોકો તેને લાઇવ ટ્રેક કરી રહ્યા હતા.

ઇઝરાયલ સરહદમાં પ્રવેશ કર્યો હતો. 

આ ઉપરાંત અમેરિકા અને ઈરાન વચ્ચેના તણાવના લીધે પીએમ મોદીનું વિમાન ઇઝરાયલ જતી વખતે પાકિસ્તાન અને ઈરાનના હવાઈ ક્ષેત્રને સંપૂર્ણપણે ટાળી રહ્યું છે. પીએમ મોદીની ફ્લાઇટ દિલ્હીથી રવાના થઈ  ગુજરાત થઈને અરબી સમુદ્ર પાર કરીને ઓમાન પહોંચી હતી. તેની બાદ  સાઉદી અરેબિયા પહોંચી હતી.  તેમનું વિમાન સાઉદી અરેબિયાના હવાઈ ક્ષેત્રમાંથી પસાર થયું. તેની બાદ  તેમનું વિમાન જોર્ડન પહોંચ્યું  જોર્ડન પછી ઇઝરાયલ સરહદમાં પ્રવેશ કર્યો હતો. 

પીએમ મોદી સવારે પાલમ એરફોર્સ સ્ટેશનથી રવાના થયા હતા

જેમાં એર ઇન્ડિયા વન સામાન્ય રીતે બોઇંગ 777-300ER હોય છે અથવા ક્યારેક ખાસ ગોઠવણીવાળા બે વિમાનોનો કાફલો હોય છે. આ વિમાનોમાં કમાન્ડ સેન્ટર, સુરક્ષિત સંદેશાવ્યવહાર અને સંરક્ષણ પ્રણાલીઓનો સમાવેશ થાય છે. પીએમ મોદી 25 ફેબ્રુઆરી, 2026 ના રોજ સવારે પાલમ એરફોર્સ સ્ટેશનથી રવાના થયા હતા. તેમનું વિમાન તેલ અવીવના બેન ગુરિયન આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર ઉતર્યું હતું. ભારતથી ઇઝરાયલની સીધી ફ્લાઇટમાં લગભગ 6-7 કલાકનો સમય લાગે છે.