અમદાવાદઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી 5 જૂને ગુજરાતના સુરતમાં 18,000 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા પ્રોજેક્ટ્સ અને કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં એક એરપોર્ટનું શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે. સુરતના કલેક્ટર તેજસ પરમારે જણાવ્યું હતું કે, મોદી સુરત પહોંચશે, જ્યાં તેઓ બપોરે 2.45 વાગ્યે હજીરા વિસ્તારમાં એક ઔદ્યોગિક એકમની મુલાકાત લેશે.
ત્યારબાદ, તેઓ સુરતના ઇન્ડોર સ્ટેડિયમમાં એક જાહેર કાર્યક્રમમાં હાજરી આપશે જ્યાં તેઓ ૧૮,૦૦૦ કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે, તેમ પરમારે ઉમેર્યું હતું.
અન્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે પીએમ ત્યારબાદ દમણ જશે, જ્યાં તેઓ એક એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે. તેઓ એરપોર્ટની નજીક સ્થિત મારવાડ સરકારી હોસ્પિટલનું પણ ઉદ્ઘાટન કરશે, એમ તેમણે ઉમેર્યું હતું.
ત્યારબાદ મોદી સ્વામી વિવેકાનંદ ગ્રાઉન્ડમાં જાહેર સભાને સંબોધિત કરશે. આ કાર્યક્રમ દરમિયાન, તેઓ કેન્દ્રશાસિત પ્રદેશમાં અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.