Fri May 15 2026

Logo

પાટણમાં સિક્યોરિટી કોન્ટ્રાક્ટમાં મોટું કૌભાંડ: ખોટા બિલો બનાવી સરકારી નાણાં ખંખેર્યા, એજન્સીના સંચાલક સામે ફરિયાદ

2026-05-15 12:49:00
Author: Vimal Prajapati
Article Image

પાટણઃ ગુજરાતમાં કૌભાંડની હદ પાર થઈ રહી છે. સામાન્ય પટ્ટાવાળાથી લઈને ઉચ્ચ હોદ્દોદારો સુધી કૌભાંડના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવ્યાં છે. આવો જ એક કેસ પાટણમાંથી પ્રકાશમાં આવ્યો છે. પાટણમાં જિલ્લા પંચાયત અને જિલ્લા વિકાસ અધિકારીના નિવાસસ્થાને જે સુરક્ષા આપવા અંગે જે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો તેમાં કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. આ મામલે ફરિયાદ પણ થઈ છે અને આગળની તપાસ પણ શરૂ કરવામાં આવી છે.

શું હતો આ સમગ્ર મામલો?

સુરક્ષા આપવાના નામ પર કોન્ટ્રાક્ટ લીધો અને ફરજ પર ના હોય તેવા વ્યક્તિના મામે ખોટા બિલો બનાવીને સરકારી રૂપિયા ખંખેરી લીધાની ફરિયાદ થઈ છે.  વિગતે જોઈએ તો, રાજકોટની રામ સિક્ટોરિટી એજન્સીના સંચાલક કેયુર રસીકલાલ અનડક્ટ સામે છેતરપિંડી અને ખોટા દસ્વાવેજો બનાવીને સરકારી રૂપિયા લીધા હોવાની ફરિયાદ થઈ છે. આ કેસમાં પાટણ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાટે ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ એવી છે કે, સંચાલકે સિક્ટોરિટી ડિપોઝિટ પેટે જે 91,000 રૂપિયા ભરવાના હતા તે નહોતા ભર્યા અને ફરજ પર ના હોય તેવા લોકોના નામે બિલો મંજૂર કરાવી લીધા હતા.

જે વ્યક્તિએ ફરજ બજાવી જ નથી તેના માટે બિલો રજૂ કર્યાં

ફરિયાદ પ્રમાણે 2025માં રામ સિક્ટોરિટી એજન્સીને 9 ચોકીદારો માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. જેથી આ એજન્સી દ્વારા જાન્યુઆરી 2026થી માર્ચ 2026 સુધીમાં 9 ચોકીદારોના બિલ રજૂ કર્યાં હતાં. તપાસમાં જાણવા મળ્યું કે, આ નવ વ્યક્તિઓએ ક્યારેય ફરજ બજાવી જ નથી! જો ફરજ નથી બજાવી તો પછી બિલ કેવી રીતે મંજૂર થઈ ગયા? એટલું જ નહીં પરંતુ વાસ્તવમાં જે ચોકીદારો ફરજ બજાવતા હતા તેમને પણ તેમની મહેનત કરતા ઓછો પગાર આપવામાં આવતો હતો. 

મળતી મહિતી પ્રમાણે આ સંચાલકે કામ કરતા ચોકીદારોને ધમકીને રૂપિયા પણ પડાવી લીધા હતા. નોકરીમાંથી કાઢી મુકવાની ધમકી આપીને  23,500 રૂપિયા પાછા લઈ લીધા હતા. આ સાથે ચોકીદારોના પગારના નામે સરકારી કચેરીમાંથી જે 3,46,518 રૂપિયાનો ચેક આપવામાં આવ્યો તે અંગે પણ તપાસ કરવામાં આવી શકે છે. અત્યારે પોલીસે વિવિધ કલમો હેઠલ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.