ઈસ્લામાબાદઃ પાકિસ્તાન મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધમાં મધ્યસ્થી કરીને ક્રેડિટ મેળવવા માગે છે. ઈરાને આ પ્રયાસના વખાણ કર્યા છે પણ હકીકત એ છે કે, પાકિસ્તાન મધ્યસ્થી કરવા જતા હવે પાડોશી દેશને લઈ મુશ્કેલીમાં મૂકાયો છે. ઈરાનના વિદેશમંત્રી સૈયદ અબ્બાસ અરાધચી એક પોસ્ટમાં લખ્યું હતું કે, અમે ઈસ્લામાબાદ જઈને વાત કરવા માટે તૈયાર છે.
લડાઈ ખતમ થાય એવી ઈચ્છા
ઈરાન-ઈઝરાયલ અને અમેરિકા વચ્ચે ચાલી રહેલી લડાઈમાં હવે મિડલ ઈસ્ટના રાષ્ટ્ર ઈચ્છે છે કે, આ લડાઈ ખતમ થાય. આ યુદ્ધની સાથે હવે હુમલાઓ કાયમી ધોરણે અટકાવવા માટે પણ પ્રયાસ થઈ રહ્યા છે. ઈરાનના વિદેશમંત્રી સૈયદ અબ્બાસ અરાધચીએ કહ્યું હતું કે,ઈરાનના વલણને અમેરિકી મીડિયા દ્વારા ખોટી રીતે રજૂ કરાઈ રહ્યા છે. આ અમારી ફરિયાદ છે. પાકિસ્તાન મધ્યસ્થી કરવા માટે તૈયાર થયો અને પ્રયાસ કર્યા એ માટે અમે એમના આભારી છીએ. અમે ઈસ્લામાબાદ જવાનો ક્યારેય ઈન્કાર કર્યો નથી. અમારી ચિંતા યુદ્ધને લઈ કેટલીક શરત મૂકાઈ રહી છે એના પર છે. આ શરત ઈરાદાપૂર્વક અમારા પર થોપી દેવામાં આવી રહી છે.
પાકિસ્તાનના મંત્રાલયની સ્પષ્ટતા
પાકિસ્તાને ઈરાન અમેરિકા વચ્ચેની લડાઈ ખતમ કરવા માટે પ્રયાસ કર્યા છે. રિપોર્ટમાં એક એવો દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને પહેલ કરી હતી પણ એના પ્રયાસ સફળ થયા નથી. પછી પાકિસ્તાને જ આ વાતને લઈને ફેરવી તોડ્યું હતું. પાકિસ્તાન વિદેશ કાર્યાલય પ્રવક્તા તાહિર અંદ્રાબીએ કહ્યું હતું કે, મીડિયામાં આવેલા રિપોર્ટ પાયાવિહોણા છે. એમાં કોઈ પ્રકારનું સત્ય નથી. મનફાવે એવી કહાની મીડિયાવાળા કરી રહ્યા છે. સોશિયલ મીડિયા ઉપર પણ ખોટી ખબરને પોસ્ટ કરવામાં આવી રહી છે. અનેક એવી પોસ્ટ ધ્યાને લીધી જેમાં પાકિસ્તાની અધિકારીઓનો ઉલ્લેખ કરીને પાકિસ્તાનની પહેલ પર વાતચીત કરાઈ રહી છે.

ખોટી વાત છે બધી
અમે ખોટા આરોપ અને દાવાનું ખંડન કરીએ છીએ. મનઘડંત રીતે કરવામાં આવેલી પોસ્ટને અમે નકારી કાઢીએ છીએ. અધિકારીઓના ઉલ્લેખ સાથે વાત કરવી એ ખોટું છે. ઈરાનના વિદેશમંત્રીની વાત સામે આવ્યા બાદ એ વાત નક્કી છે કે, પાકિસ્તાન હજુ પણ મધ્યસ્થી તરીકેના પ્રયાસ કરી રહ્યો છે. ખાસ કરીને મિડલ ઈસ્ટના રાષ્ટ્ર સાથે સંવાદ કરીને આ યુદ્ધમાં તે ક્રેડિટ લેવા માગે છે. હકીકત એ પણ છે કે મિડલ ઈસ્ટના કેટલાક દેશ પાકિસ્તાનના વલણ અંગે સ્પષ્ટ નથી.