Fri Sep 04 2026

Logo

સપ્તાહના પ્રથમ સેશનમાં ભારતીય શેરબજારોમાં શાનદાર તેજી, સેન્સેક્સ 700થી વધુ પોઇન્ટ ઉછળ્યો

2026-05-25 09:58:00
Author: Mumbai Samachar Team
સપ્તાહના પ્રથમ સેશનમાં ભારતીય શેરબજારોમાં શાનદાર તેજી, સેન્સેક્સ 700થી વધુ પોઇન્ટ ઉછળ્યો

ઇરાન-અમેરિકા વચ્ચે સ્ટ્રેટ ઓફ હોર્મૂઝને લઇને સામાધાનની શક્યતા, ક્રૂડ ઓઇલ 100 ડોલરની નીચે સરકી જતા અને એશિયન બજારોમાં તેજીને પગલે ભારતીય શેરબજારો ગ્રીન ઝોનમાં ઓપન થયા છે. સેન્સેક્સ શુક્રવારના સેશનના બંધ 75,415.35ની સપાટીએથી 720.47 પોઇન્ટના વધારા સાથે 76,135.82ની સપાટીએ ખુલ્યો છે. તો નિફ્ટી શુક્રવારના બંધ 23,719.30ની સપાટીએથી 220.95 પોઇન્ટ વધી 23,940.25ની સપાટીએ ખુલ્યો છે.

નિફ્ટીમાં વધનારા શેરો પર નજર કરીએ તો આઇશર મોટર્સ, શ્રીરામ ફાઇનાન્સ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, બજાજ ફાઇનાન્સ, એચડીએફસી બેંક સહિતના બેંકિંગ અને ફાઇનાન્સ શેરોમાં તેજીનો કારોબાર જોવા મળ્યો. નિફ્ટીમાં ઘટનારા શેરો પર નજર કરીએ તો હિન્દાલ્કો, ટીસીએસ, ઓએનજીસી, મેક્સ હેલ્થકેર, સન ફાર્માના શેરમાં લાલ નિશાનમાં કારોબાર જોવા મળ્યો. 

એશિયન બજારો પર નજર કરીએ તો મોટા ભાગના એશિયન બજારો ગ્રીન ઝોનમાં કારોબાર કરતા જોવા મળ્યા. નિક્કેઇ, સ્ટ્રેટ ટાઇમ્સ, હેંગસેંગ, તાઇવાન, સેટ કોમ્પોઝિટ, જકાર્તા કોમ્પોઝિટ, શાંઘાઇ કોમ્પોઝિટ વધારા તરફી કારોબાર કરતા જોવા મળ્યો. 

માર્કેટના પોઝિટિવ સેન્ટિમેન્ટ વચ્ચે ડોલર સામે રૂપિયો પણ મજબૂત થયો છે. રૂપિયો 35 પૈસા મજબૂત થઇ 95.35ની સપાટીએ કારોબાર કરતો જોવા મળ્યો. તો બ્રેન્ટ ક્રૂડ 98 ડોલરની સપાટીએ જોવા મળ્યું.