સતત પાંચ દિવસની તેજી પછી આગલા દિવસે આવેલા ઘટાડામાંથી બહાર આવીને, આજે ભારતીય શેરબજારના મુખ્ય ઇન્ડેક્સ સેન્સેક્સ (Sensex) અને નિફ્ટી 50 (Nifty 50) એ વધારા સાથે શરૂઆત કરી હતી. મોટાભાગના એશિયન બજારોમાંથી મળેલા મજબૂત સંકેતોને કારણે સેન્સેક્સ શરૂઆતી વેપારમાં જ 400 પોઈન્ટથી વધુ ઉછળ્યો હતો, જ્યારે નિફ્ટી પણ 24,100 ની સપાટીને પાર કરી ગયો હતો. બજારમાં સર્વગ્રાહી ખરીદીનો સારો માહોલ જોવા મળ્યો, જેના લીધે નિફ્ટી મિડકેપ 100 અને નિફ્ટી સ્મોલકેપ 100 ઇન્ડેક્સ પણ અડધા ટકા જેટલા વધ્યા.
સપ્તાહની શરુઆતમાં સોમવારે શેરબજારની શરુઆત પોઝિટિવ વલણ સાથે થઇ. સેન્સેક્સ અગાઉના બંધથી 357 અંક વધી 77,160.67ની સપાટીએ ખુલ્યો. શુક્રવારે સેન્સેક્સ 77,160.67ની સપાટીએ બંધ રહ્યો હતો. બીજી તરફ જો નિફ્ટીની વાત કરવામાં આવે તો નિફ્ટી શુક્રવારના બંધ 24,013.10ની સપાટીએથી 93.5 પોઇન્ટ વધી 24,106.60ની સપાટીએ ખુલ્યો.
જો સેક્ટર પ્રમાણે વાત કરીએ તો, તમામ સેક્ટરના નિફ્ટી ઇન્ડેક્સ લીલા નિશાનમાં (વધારા સાથે) વેપાર કરી રહ્યા છે. જેમાં ખાસ કરીને નિફ્ટી આઈટી (IT) માં વધુ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને તે 1% થી વધુ મજબૂત થયો છે. બાકીના તમામ સેક્ટરના નિફ્ટી ઇન્ડેક્સમાં 1% કરતા ઓછો વધારો છે. ખરીદીના આ માહોલમાં BSE પર લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપ ₹3 લાખ કરોડથી વધુ વધી ગયું છે, એટલે કે બજાર ખૂલતાની સાથે જ રોકાણકારોની સંપત્તિમાં ₹3 લાખ કરોડથી વધુનો ફાયદો થયો છે.
નિફ્ટી ટોપ ગેઇનર્સ
નિફ્ટીના વધનારા શેરો પર નજર કરીએ તો કિર્લોસ્કર ઓઇલમાં 18 ટકાની શાનદાર તેજી જોવા મળી. આ ઉપરાંત ન્યૂ ઇન્ડિયા એશ્યોરન્સ, ક્લિન સાયન્સ, એજિસ લોજિસ્ટિક્સ, વોલ્ટાસ, ગાર્ડન રિચ, સુપ્રીમ પેટ્રો, પીબી ફિન્ટેક, કોન્કોર્ડ બાયોટેક, પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટ, સિપ્લા, શિપિંગ કોર્પોરેશનમાં બાઇંગ મૂવમેન્ટ જોવા મળી.
નિફ્ટી ટોપ લૂઝર્સ
નિફ્ટીમાં ઘટનારા શેરો પર નજર કરીએ તો નિફ્ટીમા જે શેરોમાં વેચવાલી જોવા મળી રહી છે તેમાં ટીબીઓ ટેક, ક્રાફ્ટ્સમેન, આવાસ ફાઇનાન્સિયર, આધાર હાઉસિંગ, કાર્બોરન્ડમ, કમિન્સ, પિરામલ ફાઇનાન્સમાં ઘટાડા તરફી કારોબાર જોવા મળ્યો.
એશિયન બજારો
એશિયન બજારો પર નજર કરીએ તો નિક્કેઇ, તાઇવાન, કોસ્પી, સેટ કોમ્પોઝિટ, શાંઘાઇમાં ગ્રીન ઝોનમાં કારોબાર જોવા મળ્યો. તો બીજી તરફ સ્ટ્રેટ ટાઇમ્સ, હેંગસેંગ, જકાર્તા કોમ્પોઝિટમાં પ્રારંભિક કારોબારમાં ઘટાડો જોવા મળ્યો.