Fri Sep 04 2026

Logo

હોર્મુઝમાં તણાવથી ભારતીય શેરબજારોમાં કડાકો, સેન્સેક્સ 500થી વધુ પોઇન્ટ ઘટ્યો, નિફ્ટી 24,300 નીચે

2026-07-08 10:18:00
Author: Mumbai Samachar Team
હોર્મુઝમાં તણાવથી ભારતીય શેરબજારોમાં કડાકો, સેન્સેક્સ 500થી વધુ પોઇન્ટ ઘટ્યો, નિફ્ટી 24,300 નીચે

ભારતીય શેર બજારોમાં સતત બીજા દિવસે કડાકા જોવા મળ્યા છે. બુધવારના સેશનમાં સેન્સેક્સ અને નિફ્ટી રેડ ઝોનમાં ઓપન થયા છે. ઇરાન અને અમેરિકા વચ્ચે ટેન્શન વધતા બજારોના સેન્ટિમેન્ટ ખરડાયા છે. સેન્સેક્સ 500થી વધુ પોઇન્ટ તૂટયો છે. જ્યારે નિફ્ટી 24,300ની નીચે સરકી ગયો છે. નિફ્ટી શેરો પર નજર કરીએ તો ONGC, ડો.રેડ્ડીઝ લેબ, સિપ્લા, વિપ્રો અને સન ફાર્મા ટોપ ગેઇનર્સમાં સામેલ છે. બીજી તરફ શ્રીરામ ફાઇનાન્સ, ઇન્ટરગ્લોબ એવિએશન, બજાજ ફાઇનાન્સ, એશિયન પેઇન્ટ્સ અને આઇશર મોટર્સમાં ઘટાડો જોવા મળ્યો છે. 

નિફ્ટી મંગળવારે 24,398.70ની સપાટીએ બંધ રહ્યો હતો.  બુધવારના સેશનમાં નિફ્ટી 139.15 પોઇન્ટ ઘટી 24,259.55ની સપાટીએ ખુલ્યો હતો. જ્યારે સેન્સેક્સ ગઇકાલના બંધથી 364.27 ઘટી 77,816.45ની સપાટીએ ખુલ્યો હતો. 

સેક્ટર પર નજર કરીએ તો આઇટી, ફાર્મા અને હેલ્થકેર સેક્ટર રેડ ઝોનમાં કારોબાર કરી રહ્યા છે. એનર્જી, ઓઇલ એન્ડ ગેસ, પીએસયુ બેંક અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં 1 ટકાનો ઘટાડો જોવા મળ્યો. માર્કેટના ઓવરઓલ સેન્ટિમેન્ટ નેગેટિવ જોવા મળી રહ્યા છે. નિફ્ટી મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ ઘટાડા તરફી મૂવમેન્ટ જોવા મળી છે. 

નિફ્ટી ટોપ લૂઝર્સની વાત કરીએ તો એજિસ લોજિસ્ટિક્સ, હિંદ પેટ્રો, બીપીસીએલ, રાઇટ્સ, એલએન્ડટી ફાઇનાન્સ, શ્રીરામ ફાઇનાન્સ, જ્યુબિલન્ટ ફૂડ્સ, બેંક ઓફ ઇન્ડિયામાં ઘટાડો જોવા મળ્યો છે.