(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈના છેવાડે દહિસરમાં રહેતા ડેપ્યુટી મેયર સંજય ઘાડીની ભાયખલામાં વીરમાતા જીજાબાઈ ભોસલે ઉદ્યાન પરિસરમાં એક ખાલી બંગલો ફાળવવાની માગણીને મુંબઈના મેયર સમર્થન આપ્યું છે.શુક્રવારે મેયરે કહ્યું હતું કે તેઓ પાલિકા કમિશનર અશ્ર્વિની ભીડેને ભલામણ કરશે કે પાલિકાના હાઇડ્રોલિક એન્જિનિયર વિભાગના ખાલી પડેલા બંગલોમાંથી એક ડેપ્યુટી મેયરને ફાળવવામાં આવે.
ડેપ્યુટી ચીફ મિનિસ્ટર એકનાથ શિંદેની આગેવાની હેઠળના શિવસેનાના નગરસેવક અને ડેપ્યુટી મેયર સંજય ઘાડીએ ગયા અઠવાડિયે દહિસરથી તેમની લાંબી મુસાફરી અને સમયસર સત્તાવાર બેઠકોમાં હાજરી આપવાની જરૂરિયાતને ટાંકીને બંગલો માંગ્યો હતો. પાલિકા પ્રશાસને તેમની વિનંતીનો હજુ સુધી કોઈ જવાબ આપ્યો નથી ત્યારે મેયરે શુક્રવારે તેમની માગણીને વાજબી ગણાવતા કહ્યું હતું કે ડેપ્યુટી મેયરનું કાર્યાલય મેયર જેટલું જ મહત્તવપૂર્ણ છે. ડેપ્યુટી મેયર મેયરની ગેરહાજરીમાં ગૃહની અધ્યક્ષતા કરે છે. તેથી તેમને પણ પાલિકા દ્વારા સત્તાવાર નિવાસસ્થાન આપવામાં આવવું જોઈએ. હાઇડ્રોલિક એન્જિનિયર વિભાગના ઘણા બંગલા ખાલી પડ્યા છે.
Ashwini Bhide