અમદાવાદમાં ગુરુવારે ગુજરાત વિરુદ્ધ ચેન્નઈ
અમદાવાદઃ ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)નો ભૂતપૂર્વ કૅપ્ટન મહેન્દ્રસિંહ ધોની સોમવારે હૈદરાબાદ સામેની મૅચમાં મોટા ભાગે રમવાનો જ હતો, પરંતુ હાથના અંગૂઠામાં થયેલી ઈજાને લીધે નહોતો રમ્યો અને હવે તો ગુરુવારે (સાંજે 7.30 વાગ્યાથી) અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સ (GT) સામેની મૅચમાં પણ ન રમવાનો હોવાથી ઘર ભેગો (રાંચી ભેગો) થઈ ગયો છે અને જો સીએસકેની ટીમ પ્લે-ઑફમાં પહોંચશે તો જ ટીમ સાથે પાછો જોડાઈ જશે.
ધોની (Dhoni)ને લખનઊ સુપર જાયન્ટ્સ સામેની 15મી મેની મૅચ પહેલાં પ્રૅક્ટિસ દરમ્યાન અંગૂઠામાં ઈજા થઈ હતી. તે પગની ઈજાને કારણે આ વખતની આઇપીએલમાં નથી રમ્યો.
સોમવારે હૈદરાબાદમાં ચેન્નઈ સુપર કિંગ્સનો પાંચ વિકેટે પરાજય થયો હતો અને હવે પ્લે-ઑફ માટે સંઘર્ષ કરી રહેલી આ ટીમની ગુરુવારે ગુજરાત સામે મૅચ છે જે સીએસકેની અંતિમ લીગ મૅચ છે. ગુજરાતની ટીમ પ્લે-ઑફમાં પહોંચી ગઈ છે.
ધોની ગયા વર્ષે આઇપીએલમાં બધી મૅચો નહોતો રમ્યો. તે અસંખ્ય ક્રિકેટચાહકોની ડિમાન્ડને કારણે જ આ વખતની આઇપીએલમાં રમવા આવ્યો, પરંતુ અનફિટ હોવાને લીધે એકેય મૅચ નથી રમ્યો.