Mon Jun 01 2026

Logo

મહેસાણામાં કોંગ્રેસની બેઠકમાં IB અધિકારીઓ પ્રવેશ્યા, મોબાઈલમાંથી અન્ય અભદ્ર વિડીયો મળ્યો હોવાનો  દાવો

2026-06-01 18:15:04
Author: Chandrakant Kanoja
Article Image

મહેસાણા: ગુજરાતના મહેસાણામાં કોંગ્રેસ દ્વારા ઉત્તર ગુજરાત માટે સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, આ બેઠકમાં કથિત રીતે આઈબી અધિકારી પત્રકારોની આડમાં અંદર પ્રવેશતા મામલો ગરમાયો હતો. આ બેઠકના વિડીયો લેવા માટે પત્રકારોને બોલાવતા આઇબીના એક પુરુષ અને એક મહિલા અધિકારી પણ પ્રવેશ્યા હતા. 

ચોંકાવનારા અભદ્ર વિડીયો મળી આવ્યા હોવાનો દાવો કર્યો

તેમજ આ અધિકારીઓ બેઠકનો વિડીયો શુટ કરી રહ્યા હતા. ત્યારે કોંગ્રેસના કાર્યકરોને શંકા ગઇ હતી. જેની બાદ  આઈબી અધિકારીઓને મોબાઇલ ચેક કરવામાં આવ્યો હતો. ત્યારે તેમાંથી ચોંકાવનારા અભદ્ર વિડીયો મળી આવ્યા હોવાનો કોંગ્રેસના કાર્યકરોએ દાવો કર્યો છે. જોકે, તેની બાદ બેઠકના વિડિયો ડિલીટ કરાવીને અધિકારીને ખખડાવવામાં આવતા તેવો બેઠક છોડી જતાં રહ્યા હોવાની માહિતી સાંપડી છે. 

કર્મચારીઓનો મોબાઈલ તપાસવામાં આવ્યો

જ્યારે આ સમગ્ર ઘટના અંગે મીડીયાને જણાવતા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બળદેવજી ઠાકોરે જણાવ્યું હતું કે, પરવાનગી વગર બેઠકમાં આવેલા આ કર્મચારીઓનો  મોબાઈલ તપાસવામાં આવ્યો હતો. ત્યારે તેમાં કોંગ્રેસની બેઠકના વીડિયો ઉપરાંત અશ્લીલ વીડિયો મળી આવ્યા હતા. 

ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસની આ સમીક્ષા બેઠકમાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનીક, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, ઉત્તર ગુજરાતના પ્રભારી સુભાષિની યાદવ, પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોર અને વિપક્ષના નેતા તુષાર ચૌધરી સહિતના અન્ય નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.