Wed Jul 29 2026

Logo

24 કલાક બાદ મંગળ અને બુધની થશે નક્ષત્ર પરિવર્તન, ચાર રાશિના જાતકો માટે શરૂ થશે ગોલ્ડન પીરિયડ...

2026-04-23 16:39:00
Author: Darshana Visaria
Article Image

જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોનું નક્ષત્ર પરિવર્તન અત્યંત પ્રભાવશાળી માનવામાં આવે છે. 24 કલાક બાદ એટલે કે 24મી એપ્રિલ, 2026ના રોજ રેવતી નક્ષત્રમાં મંગળ અને બુધની યુતિ થવા જઈ રહી છે. ગ્રહોના સેનાપતિ મંગળ અને બુદ્ધિના દાતા બુધ જ્યારે એક જ નક્ષત્રમાં ભેગા થાય છે, ત્યારે તે અમુક રાશિઓ માટે 'ભાગ્યના દ્વાર' ખોલનાર સાબિત થાય છે.

મુંબઈના જાણીતા જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર ગઈકાલે એટલે કે 22મી એપ્રિલના ગ્રહોના રાજકુમાર બુધે રેવતી નક્ષત્રમાં પ્રવેશ કર્યો હતો અને હવે આવતીકાલે એટલે કે 24મી એપ્રિલના રોજ ગ્રહોના સેનાપતિ મંગળ પણ આ નક્ષત્રમાં ગોચર કરી રહ્યા છે. જેને કારણે બુધ અને મંગળની એક શક્તિશાળી યુતિ રચાશે. આ 'ચમત્કારી યોગ' ચાર રાશિના જાતકોને આર્થિક અને પ્રોફેશનલ રીતે માલામાલ કરી શકે છે. ચાલો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ કે જેમને ભાગ્યનો સાથ મળી રહ્યો છે... 

મેષ:

મેષ રાશિના જાતકો માટે આ યુતિ તમારા સાહસ અને આત્મવિશ્વાસમાં વધારો કરનારી સાબિત થશે. આ સમયે વેપારમાં કોઈ મોટી ડીલ ફાઈનલ થવાના પ્રબળ યોગ બની રહ્યા છે, જે મોટી કમાણી કરાવી શકે છે. નવી નોકરીની શોધમાં હોવ તો સફળતા મળશે અને આર્થિક સ્થિતિ વધારે મજબૂત થતાં તમારી ખુશીનો પાર નહીં રહે. 

મિથુન: 

મિથુન રાશિના જાતકો આ સમયગાળો અનુકૂળ સાબિત થવાનો છે. આ સમય તમારી રાશિ માટે અત્યંત ફળદાયી રહેવાનો છે. અચાનક ધન પ્રાપ્તિના યોગ છે અને જે સપનું તમે વિદેશમાં નોકરી કરવાનું જોયું હતું તે પૂરું થઈ શકે છે. કમાણીના નવા સ્ત્રોત ઉભા થશે. જે પણ કામમાં હાથ નાખશો એમાં તમને સફળતા મળી રહી છે. 

કન્યા: 

24મી એપ્રિલથી કન્યા રાશિના જાતકો માટે ગોલ્ડન પીરિયડ શરૂ થઈ શકે છે. નોકરીમાં પ્રમોશન અને પગાર વધારાના શુભ સમાચાર મળશે. જો તમે નવું વાહન કે મકાન ખરીદવાનું વિચારી રહ્યા હોવ, તો આ સમય શ્રેષ્ઠ છે. બિઝનેસમાં મોટો નફો થવાના સંકેત છે. પરિવારમાં હસી-ખુશીનો માહોલ જોવા મળશે. 

ધન: 

ધન રાશિના જાતકો માટે આ સમય લાભ મેળવવાનો છે. આ સમયે તમે રોકાણ કરેલા નાણાં હવે મોટો લાભ અપાવશે. પૂર્વજોની મિલકત કે પૈતૃક સંપત્તિના વિવાદોનો સુખદ ઉકેલ આવશે. ઘરમાં કોઈ માંગલિક પ્રસંગનું આયોજન થઈ શકે છે અને અટવાયેલા નાણાં પરત મળવાથી આર્થિક બોજ હળવો થશે.