Mon Oct 05 2026

Logo

સ્મૃતિ ઈરાનીએ વર્ષ 2024ની લોકસભા ચૂંટણીમાં અમેઠીની હારને યાદ કરી, કહી આ વાત

2026-09-06 17:47:09
Author: Chandrakant Kanoja
સ્મૃતિ ઈરાનીએ વર્ષ 2024ની લોકસભા ચૂંટણીમાં અમેઠીની હારને યાદ કરી, કહી આ વાત

નવી દિલ્હી: ભાજપના મહાસચિવ સ્મૃતિ ઈરાનીએ એક પોડકાસ્ટમાં વર્ષ 2024ની લોકસભા ચૂંટણીમાં અમેઠીમાં તેમની હારને યાદ કરી હતી. તેમણે કહ્યું કે વર્ષ 2019ની જીત બાદ મને દરેક લોકો શોધી  રહ્યા હતા. પરંતુ વર્ષ 2024ની હાર બાદ  કોઈ મને નથી શોધી રહ્યું.  

જે કંઈ થયું, તે શ્રેષ્ઠ માટે થયું

સ્મૃતિ ઈરાનીએ વધુમાં જણાવ્યું કે, જે દિવસે પરિણામો જાહેર થયા તે દિવસે તેમણે અમેઠીમાં ઘરના મંદિરમાં ગયા હતા. જ્યા  મૂર્તિ સામે જ કહ્યું હતું કે જે કંઈ થયું, તે શ્રેષ્ઠ માટે થયું. તેમણે યાદ કર્યું કે તેમની બાજુમાં ઉભેલા પક્ષના કાર્યકરો આશ્ચર્ય અનુભવ્યું હતું. તેઓ વિચારતા હતા કે આ આઘાતની  સ્થિતિમાં હું અયોગ્ય બોલી રહ્યા છે. 

મારા જીવનના દસ વર્ષ અમેઠીને સમર્પિત કર્યા

સ્મૃતિ ઈરાનીએ વધુમાં જણાવ્યું કે તેની બાદ  મેં મારા પરિવારને ફોન કર્યો અને દિલ્હી જઈ રહી હતી. મેં છેલ્લા દસ વર્ષમાં ખૂબ મહેનત કરી હતી.  જે સરળ નહોતું. મેં મારા જીવનના દસ વર્ષ અમેઠીને સમર્પિત કર્યા હતા. 

મતવિસ્તારમાં હાથ ધરેલા વિકાસ કાર્યોને પણ યાદ કર્યા

તેમણે મતવિસ્તારમાં હાથ ધરેલા વિકાસ કાર્યોને પણ યાદ કર્યા. જ્યારે હું ઘરે પાછી ફરી અને કોઈએ પૂછ્યું કે તમને આઘાત લાગ્યો છે, ત્યારે મેં કહ્યું ના  મેં વર્ષ 2019 માં જીતી ત્યારે બરાબર એ જ કર્યું હતું. ફરક માત્ર એટલો હતો કે વર્ષ 2019 માં લોકો મને શોધી રહ્યા હતા. જ્યારે વર્ષ 2024 માં હાર બાદ  કોઈ મને નથી શોધી રહ્યું.